Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

વિધાનસભા ઘેરાવ કાર્યક્રમમાં રાજકોટ કોંગી આગેવાનોની ધરપકડ

બિન સચિવાલય કલાર્ક પરીક્ષા રદ કરવાની માંગ સાથે... : પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં મહિલાઓ દ્વારા પરિક્ષા રદ કરવા અને રાજયમાં મહિલાઓને સુરક્ષા આપવા ભારે સુત્રોચ્ચારો : ગુજરાતમાં સરેઆમ ભ્રષ્ટાચારઃ અશોક ડાંગર

રાજકોટ,તા.૯: તાજેતરમાં રાજયમાં બિન સચિવાલય કલાર્કની પરીક્ષા લેવામાં આવેલ હતી આ પરીક્ષામાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ સામે આવેલ છે જેને પગલે ગુજરાત રાજયના યુવાનો ગાંધીનગર ખાતે છેલ્લા ઘણા દિવસોથી ઉપવાસ ઉપર અને ધારણા ઉપર બેઠેલા છે તે બાબતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં ગુજરાત વિધાનસભાનો ઘેરાવ અને પરીક્ષા રદ કરવા માટે માંગણી કરવામાં આવે તે માટે આજ રોજ સવારે કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાય તે પૂર્વે સરકારે પોલીસને આગેવાનોની અને કાર્યકરોની ઘરેથી ઉઠાવી લઇ અને કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટેના પ્રયાસો કરેલ હતા તેવો આક્રોશ શહેર પ્રમુખ અશોક ડાંગરે વ્યકત કરેલ છે.

જયારે આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં મહિલઓ ઉમટી પડયા હતા અને પરિક્ષા રદ્દ કરો, મહિલાઓને સુરક્ષા આપો સહીતનાં ભારે સુત્રોચ્ચારો કર્યા હતા. ઘેરાવ કાર્યક્રમમાંં પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતનાં રાજકોટનાં કોંગી આગેવાનોની  ધરપકડ કરવામાં આવી હતી.

 આ અંગે  અશોક ડાંગરે જણાવ્યુ હતુ કે, કાર્યક્રમ ને નિષ્ફળ બનાવવામાં  સરકારે સર્વ પ્રથમ મંજૂરી આપ્યા બાદ તે સ્થળની મંજૂરી રદ કરી નવા સ્થળની મંજૂરી આપી ત્યારબાદ કાર્યક્રમના સ્થળે ગુજરાત કોંગ્રેસના પ્રમુખના કપડા ફાળી નાખ્યા તેમજ હાજર રહેલા લોકો સામે લાઠીચાર્જ અને પાણીનો મારો કર્યો છે અને ચોરી ઉપર સીનાજોરી કરેલ છે તેમજ આ  સરકારે પોતાની  માનસિકતા છતી કરેલ છે અને તુચ્છ રાજનીતિ અને બે-બાકળી બનેલ  સરકારે આવું હલકું અને નબળી માનસિકતા છે તે સ્પષ્ટપણે  સાબિત થાય છે. તેવું અશોકભાઈ ડાંગરની યાદીમાં જણાવ્યું છે.

(3:59 pm IST)