Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

રાજકોટ કોંગ્રેસના આગેવાનો ઉપર પોલીસની બાજ નજર : મહેશ રાજપૂત ટીમ સાથે ગાંધીનગર પહોંચી ગયા

રાજકોટ : બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માંગણી સાથે ગાંધીનગર ખાતે ચાલી રહેલ આંદોલનમાં આજે વિધાનસભાને ઘ્ેારાવ કરવામાં આવનાર હતો. જેમાં ભાજપ સરકારના આદેશથી રાજકોટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. તથા રાજકોટ શહેરના મોટા નેતાઓને ત્યાં ઘરે પણ પહેરો પોલીસનો ગોઠવેલા હોય જેમાં મહેશ રાજપૂતના ઘરે આખી રાત પોલીસ પહેરો ગોઠવેલ હોય પોલીસને ચકમો આપી અને તેઓ ગાંધીનગર તેમની ટીમ સાથે રવાના થયા હતાં. જેમાં રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ મહેશભાઇ રાજપૂત  તથા વોર્ડ નંબર ૧૭ના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા તથા વોર્ડ નં. ૧ર મહામંત્રી યુવરાજસિંહ ઝાલા તથા હાર્દિકસિંહ પરમારતથા પ્રવિણ મુછડીયા વાઇસ ચેરમેન એસી ડીપાર્ટમેન્ટ રાજકોટ શહેર કોંગ્રેસ સહિતના જોડાયા હતા.

(3:58 pm IST)