Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પાટણમાં મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર

પાટણ, તા. ૯ :  છેલ્લા કેટલાક સમયથી વણઉકલાય પડતર પ્રશ્નો અંગે મહેસુલી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે આજ થી મહેસુલી કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાનો નિર્ણય કર્યો છે.

મહેસુલી કર્મચારીઓને વિવિધ માંગણીઓ રેવન્યુ તલાટી સ્વર્ગને મહેસુલમાંથી રદ કરી પંચાયતમાં મંત્રી કેડરમાં મર્જ કરવા કલાર્કને નાયબ મમલતદારના પ્રમોશન આપવા વિવિધ ૧ ૭ માંગણીઓ સરકાર પાસે લાંબા સમયથી પડતર પડી છે છતાં સરકાર તરફથી હકારાત્મક ઉકેલ લાવે તેવી કર્મચારી મંડળની માંગ છે.

આજે સવારે પાટણ ખાતે મહેસુલી કર્મચારી મંડળ-૩ ના કર્મચારીઓએ જંગી રેલી કાઢી પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચવા જીલ્લા કલેકટરશ્રીને આવેદન પતન્ર આપવામાં આવેલ છે. મહેસુલી કર્મચારીઓ હડતાળ ઉપર જતા સરકાર લગતી તમામ કામગીરીઓ ખોરવાઇ ગઇ છે.

(3:54 pm IST)