Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ચિત્રકારને કલાના પૂનઃ પ્રતિષ્ઠાન કરવાનું માન રવિશંકર રાવળને ફાળે જાય છે

સોળમી સદીના મધ્યાંતે જયારે ગુજરાતમાં ચિત્રકારની જાણ માત્ર દુકાનોના પાટિયા લખતા ચિતારા તરીકે હતી ત્યારે કલાનું પુનઃપ્રતિષ્ઠાન કરવાનૂ માન રવિશંકર રાવળને (મિત્રો અને સંબંધીઓના રવિભાઈ) ફાળે જાય છે. ચોવીસ વર્ષની વયે તેમને જે. જે. સ્કૂલ ઓંફ આટ્સનો મેયો ચંદ્રક પ્રદાન થયો, ૧૯૩૦માં સાહિત્યકારોએ તેમને રણજિતરામ સુવણંચંદ્રક અર્પ્યો, ઇ. સ. ૧૯૩૬માં ગાંધીજીએ કહ્યું, ''મારી છાતી તેમના ચિત્રો જોઈ ઊછળી'', આગળ જતાં કાકા કાલેલકરે તેમને ગુજરાતના કલાગુરૂના  સ્થાને બિરદાવ્યા અને ભારત સરકારે તેમનું પદ્મશ્રીથી બહુમાન કર્યું.

ઇ. સ. ૧૭૨૩માં ભાવનગરના તોરણ બંધાયા ત્યારથી વસેલા ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો. આપમેળે આગળ વધેલા પિતા રાવ સાહેબ મહાશંકર રાવળ સૌરાષ્ટ્રની એક માત્ર બેક ''ભાવનગર દરબાર બેક''ના પ્રણેતા હતા, રવિશંકર રાવળે 'કુમાર' ઉપરાંત અન્ય સામાયિકોમાં કલા વિશેના અનેક લેખો લખ્યા હતા. આ ઉપરાંત કલા  વિશે સ્વતંત્ર પુસ્તકો પણ લખ્યાં છે. જેમાં 'અજંતાના કાલમંડપો', 'કલાચિંતન', 'કલાકારની સંસ્કારયાત્રા' અને 'આત્મકથાનક' જેવાં પુસ્તકોનો સમાવેશ થાય છે.

 તેઓએ અમદાવાદમાં 'ગુજરાત કલાસંદ્ય'ની સ્થાપના કરી હતી. તેઓએ   ગુજરાત રાજય લલિતકલા અકાદમીના વાઇસ ચેરમેનના પદને શોભાવ્યું હતું. બાળકો માટેના સામાયિક 'ચાંદાપોળી', પ્રસિદ્ઘ પુસ્તકો 'કલાસમાં રાત્રિ', 'હેમચંદ્રાચાર્ય, 'અખો' તેમજ 'કનેયાલાલ મુન્શીની  પાત્રસૃષ્ટિ'ના ચિત્રો કલાગુરૂ રવિશંકર રાવળની ચિત્રકલાના નોંધપાત્ર નમૂનાઓ છે.આત્મકથા લેખક, પ્રવાસ લેખક. જન્મ ભાવનગરમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. ૧૯૧૦માં મેટ્રિક. મુબઈની આર્ટ સોસાયટીમાં પાંચ વર્ષના ચિત્રકલાના અભ્યાસમાં ઉત્ત્।ીર્ણ થતાં ૧૯૧૬માં મેયો મેડલ. હાજી મોહમ્મદ અલારખિયાના સંપકથી પ્રેરાઈને ૧૯૨૪માં અમદાવાદમાં 'કુમાર કાર્યાલયની સ્થાપના અને તેનું સંચાલન. જાપાન અને ઉત્ત્।રભારત તથા કુલુમનાલીની કલાયાત્રા વણન કરતુ 'કલાકારની સંસારયાત્રા' (૧૯૪૭) તથા વિયેના અને મોસ્કોની વિશ્વશાંતિ પરિષદ નિમિત્ત્।ે કરેલી વિદેશયાત્રાના અનુભવો નિરૂપતું 'મે દીઠાં નવાં માનવી' (૧૯૫૬), એમનાં પ્રવાસપુસ્તકો છે. જાણી કલા અને સંસ્કૃતિની , વિકાસરેખા નિરૂપતી એમની આત્મકથા 'આત્મસ્થાનક' (૧૯૬૭) પણ નોંધપાત્ર છે.

ગુજરાતી સાહિત્ય પરિષદના કરાંચીમાં મળેલા અધિવેશનમાં કલા વિભાગના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન 'ચિત્રસૃષ્ટી' (૧૯૩૭), મુન્શી ષષ્ઠિપૂર્તિ નિમિત્ત્।ે દોરેલાં તેમની કથાસૃષ્ટીનાં પાત્રોનાં કાલ્પનિક રંગીન ચિત્રો

પૂરું નામ : રવિશંકર રાવળ

 જન્મઃ ૧ ઓગસ્ટ ૧૮૯૨, ભાવનગર

 મૃત્યુ : ૯ ડિસેમ્બર ૧૯૭૭ અમદાવાદ

 અભ્યાસનું સ્થળ : સર જમશેદજી જીજીભોય સ્કૂલ ઓફ

આર્ટ્સ

 વ્યવસાય : ચિત્રકાર, પત્રકાર & nbsp

 પુરસ્કાર : રણજિતરામ સુવણંચંદ્રક, પદ્મશ્રી (કળા માટે)

(3:33 pm IST)
  • શુક્રવારે જયારે કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઇરાની ઉન્નાવકાંડ અંગે લોકસભામાં પ્રતિભાવ આપી રહયા હતા ત્‍યારે કોંગ્રેસના ૨ સાંસદોએ જાણે હુમલો કરવા આવતા હોય તેમ સ્‍મૃતિજી સામે બાંયો ચઢાવી ઉભા રહી ગયેલ. આ બનાવના ગંભીર પડઘા પડયા છે. આ બંને કોંગી સાંસદો સામે કાનુન મુજબ પગલાઓ લેવામાં આવશે તેવી ખાત્રી લોકસભામાં અધ્‍યક્ષીશ્રીએ આપી હતી. access_time 1:40 pm IST

  • ગુરૂવારથી મુંબઈમાં ઠંડીનો ચમકારો : ૨૨થી ઠંડીનો પારો વધુ નીચે જવાની આગાહી : ગુરૂવારથી ઉત્તરીય ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા અને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે તેમ મુંબઈ વેધરે જાહેર કર્યુ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે મહારાષ્ટ્ર સુધી ઠંડીનું જોર વધશે : હાલના ઉ.માનમાં ધરખમ ઘટાડા સાથે મુંબઈમાં દિવસનું ઉ.માન ૩૦ ડિગ્રી સેલ્સીયસ અને રાત્રીનું ઉ.માન ૧૮-૧૯ ડીગ્રી નીચુ ચાલ્યુ જશે : આ પછી ૨૨ ડિસેમ્બરથી ઠંડીનો દોર વધુ જમાવટ લેશે અને પારો વધુ નીચે ઉતરશે. access_time 3:55 pm IST

  • હૈદરાબાદ એન્કાઉન્ટર મામલે રાષ્ટ્રીય માનવાધિકારની ટીમ હૈદરાબાદ પહોંચી : માર્યા ગયેલા આરોપીના પરિવારજનોને નિવેદન નોંધ્યા : હૈદરાબાદના મહિલા પશુ ચિકિત્સક સાથે બળાત્કાર અને તેની હત્યાના ચારેય આરોપી પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયા બાદ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની ટીમ હૈદરાબાદમાં પહોંચી છે access_time 12:41 am IST