Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

કોંગ્રેસની કૂચ દરમ્‍યાન સંઘર્ષઃ પાણીમારોઃ અમિત ચાવડાના કપડા ફાટયા

વિધાનસભા સત્રનો તોફાની પ્રારંભઃ કોંગ્રેસે ‘પાણી' બતાડયુઃ કોંગ્રેસની વિધાનસભા કૂચ પર પોલીસનો વોટર કેનનથી મારોઃ પોલીસવાન ઉપર પાણાવાળી : રેલી સ્‍વરૂપે ઘેરાવ કરવા જતા કાર્યકરોને અટકાવાયાઃ અનેક નેતાઓની અટકાયતઃ ભરતી પરીક્ષામાં ગેરરીતિ, પાક વીમો, મહિલાઓની સુરક્ષા વગેરે મુદ્દે વિપક્ષ આક્રમક

આજે ગાંધીનગરમાં વિધાનસભા ભવનને ઘેરાવ કરવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, ધારાસભય વિક્રમ માડમ વગેરેની પોલીસે અટકાયત કરેલ. અમિત ચાવડાનો ઝભ્‍ભો ઝપાઝપીમાં ફાટી ગયેલ. તેમણે રસ્‍તા પર બેસી વિરોધ કરેલ. કાર્યકરોની કુચને રોકવા પોલીસે વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્‍યો હતો.

ગાંધીનગર, તા., ૯: રાજયના ૩ દિવસીય વિધાનસભા   સત્રનો આજે બપોરથી પ્રારંભ થયો છે. ગૃહના પ્રારંભે દિવંગત મુખ્‍યમંત્રી દિલીપભાઇ પરીખ અને અન્‍ય સભ્‍યોને અંજલી અર્પી ગૃહ મોકુફ રહેલ. તે પુર્વે ગૃહની બહાર ધમાલ મચી ગઇ હતી. સેકટર-૬માં સત્‍યાગ્રહ છાવણીમાં ધરણા કર્યા બાદ કોંગી કાર્યકરો અને ધારાસભ્‍યોએ વિધાનસભાને ઘેરવા જવા માટે કુચ કરતા પોલીસે તેમને અટકાવેલ તે વખતે ભારે સંઘર્ષ થયો હતો. પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાનો ઝભ્‍ભો ઝપાઝપીમાં ફાટી ગયેલ તેમણે રસ્‍તા પર બેસી વિરોધ કર્યો હતો. કોઇએ પાણાવારી કરતા પોલીસના એક-બે વાહનોના કાચ ફુટી ગયા હતા. કુચ કરી રહેલા કાર્યકરોને વિખેરવા માટે પોલીસે વોટરકેનનની મદદથી પાણીનો મારો ચલાવ્‍યો હતો. અમીત ચાવડા, અર્જુન મોઢવાડીયા વગેરે આગેવાનો અને કેટલાક કાર્યકરોનીઅટકાયત કરી દુર લઇ જવામાં આવ્‍યા હતા. થોડીવાર માટે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો તથા મહિલાઓ વચ્‍ચે ભારે સંઘર્ષ થયો હતો. આ રીતે આજે સત્રનો તોફાની વાતાવરણમાં પ્રારંભ થયો છે. સત્રમાં ગૃહની અંદર સરકારને ભીડવવા માટે વિપક્ષ કોંગ્રેસે તેયારી કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળની કલાર્કની ભરતી પરીક્ષાના મુદ્દે યુવાનોને સાથે રાખીને કોંગ્રેસે કુચ સાથે વિધાનસભાને ઘેરાવ કરવાની તૈયારી કરેલ. પોલીસ ગાંધીનગરમાં પ્રવેશવાના તમામ માર્ગો પર સઘન ચેકીંગ શરૂ કર્યુ હતુ. કાર્યકરોને ધરણા અને રેલીના સ્‍થળ સુધી પહોંચતા અટકાવાયાનો કોંગ્રેસનો આક્ષેપ છે.  વિધાનસભા આસપાસ અને માર્ગો પર સખત બંદોબસ્‍ત ગોઠવાયો હતો. કોંગ્રેસને પોલીસે રેલી માટે મંજુરી ન હતી. આપી સેકટર-૬ માં સત્‍યાગ્રહ છાવણીમાં ધરણાની મંજુરી આપી છે. સત્‍યાગ્રહ છાવણીમાં કોંગી નેતાઓએ વિવિધ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કરેલ. ઘેરાવ કરવા જતી વખતે પોલીસ સાથે ભારે માથાકુટ થયેલ. પોલીસના પાણીના મારા અને કાર્યકરોની અટકાયતના દોર બાદ મામલો થાળે પડેલ. વિધાનસભા સંકુલમાં માત્ર એક જ દરવાજો ખુલ્લો રાખવામાં આવેલ ત્‍યાંથી ધારાસભામાં ધારાસભ્‍યો પ્રવેશ્‍યા હતા. બપોરે ગૃહની કાર્યવાહી શરૂ થઇ હતી.

 ટુંકા સત્ર દરમિયાન કુલ ૪ બેઠક યોજાશે જેમાં સરકાર કેટલાક બિલ રજુ કરવાની છે રાજયમાં બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતી, દુષ્‍કર્મની ઘટનાઓ, ખેડુતોને નુકશાન અને પાક વીમાની સમસ્‍યા સહીતના વિવિધ મુદ્દે વિરોધ પક્ષ સરકારને ઘેરશે.  જેના કારણે વિધાનસભાના સત્રમાં સરકાર અને વિરોધપક્ષ વચ્‍ચે ઘર્ષણ થવાની સંભાવના છે. માત્ર ત્રણ દિવસનું આ સત્ર તોફાની બની રહેવાની શકયતા છે.

ગૃહ રાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે વિધાનસભામાં જે પ્રશ્નો આવશે તેનો પારદર્શકતાથી જવાબ અપાશે. જેટલા કામ હાથ ધર લેવાયા છે તે તમામ કામ સત્રના નિયત દિવસોમાં હાથ પર લેવાશે.

ગૃહમંત્રીએ  કોંગ્રેસ પર પ્રહાર કરતા કહયું કે રાજયમાં કેટલાક નાના-મોટા પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસ દ્વારા રાજકીય હિતો સાધવા અને રાજકીય રોટલો શેકવા માટે યુવાનોને જે ગુમરાહ કરવાનો પ્રયાસ થઇ રહયો છે તેને રાજય સરકાર ચલાવી લેશે નહી.

(3:20 pm IST)
  • તેલંગણા-હૈદ્રાબાદ એન્‍કાઉન્‍ટર બનાવની સુનાવણી કરવા માટે સુપ્રિમ તૈયારઃ ૧૧ ડીસે. સુનાવણી access_time 1:35 pm IST

  • દેશમાં રોજગારીની કોઈ કમી નથી : નોટબંધી પછી બેરોજગારી વધ્યાના કોઈ ચિન્હ દેખાતા નથી : લોકસભામાં શ્રમ રોજગાર મંત્રી ગંગવાર ઉવાચ access_time 8:08 pm IST

  • વિધાનસભામાં ઘેરાવ કરવા જતા કોંગી કાર્યકરોને રોકાયાઃ પોલીસ વાહન પર પથ્‍થરમારોઃ કાર્યકરોને રોકવા પોલીસે પાણીનો મારો ચલાવ્‍યોઃ વિધાનસભા સત્રનો તોફાની પ્રારંભઃ અમિત ચાવડાની અટકાયત access_time 12:57 pm IST