Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ડીસા રાજ્યમાં બીજુ સૌથી ઠંડુ શહેર : તાપમાન 3 ડિગ્રી ઘટીને 12,5 ડિગ્રીએ સરક્યું

ઠંડીનો ચમકારો થતા લોકો વહેલી સવાર અને સાંજે ગરમ કપડાંમાં લપેટાયેલા જોવાયા

ડીસા : ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાને પગલે ફૂંકાઇ રહેલા ઠંડા પવનોથી 24 કલાકમાં જ ઉત્તર ગુજરાતનું લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ઘટીને 12.5 ડિગ્રી થઇ ગયું છે. આ સાથે નલિયા પછી ડીસા રાજ્યમાં બીજુ સૌથી ઠંડુ શહેર બની ગયું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે,વાદળો હટવાની સાથે જ ઠંડીનો ચમકારો શરૂ થયો હોય તેમ બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 5.7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી બે દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધશે.

  ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસરના પગલે ઉ.ગુ.માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થઈ ગઈ છે. રવિવારે ડીસામાં દિવસનું મહત્તમ તાપમાન 28.3 ડિગ્રી નોંધાયું હતું, જે શનિવાર કરતાં એક ડિગ્રી ઘટયું છે. જ્યારે લઘુત્તમ તાપમાનનો પારો 12.5 ડિગ્રી સાથે 3.1 ડિગ્રી ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં સૌથી નીચુ તાપમાન નલિયામાં 8.2 ડિગ્રી બાદ ડીસા 12.2 ડિગ્રી નોંધાયું હતું. ડીસા સહિત ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેતાં લોકો વહેલી સવાર અને સાંજના સમયે ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળ્યા હતા .

(1:33 pm IST)