Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

વડોદરા પોલીસની અથાગ જહેમત છતા અમદાવાદ જેવા ટેકનીકલ સર્ર્વેલન્સ સાધનના અભાવે જશ ન મળ્યો

બીડી પીવા માટે વપરાયેલી મારવાડી ભાષા આધારે જ રાજસ્થાનમાંથી બે શકમંદ શખ્સોની અટક થઇ હતી : જસદણના જસાને શોધવા રાજકોટ સુધી પોલીસ આવેલીઃ ગૃહમંત્રી-પીડીતાને પણ કામગીરીથી સંતોષ

રાજકોટ, તા., ૯: ગત માસની ર૮ તારીખે ૧૪ વર્ષની વડોદરાની સગીરા નવલખી મેદાનમાં ઉર્ષના મેળામાં ગઇ તે સમયે બે નરાધમો ર૮ વર્ષીય કિશન કાળુભાઇ (વડોદરા પંથક) તથા જસદણ પંથકના જસા સોલંકીએ દુષ્કર્મ આચાર્યાને પગલે ઘટના બાદ ૩ ડઝનથી વધુ પોલીસ અધિકારીઓ તથા જવાનોની ટીમ અનુપમસિંહ ગેહલોતે રચી હતી. રાજકોટથી લઇ રાજસ્થાન તથા છતીસગઢ સુધી ટીમોને દોડાવી હતી.

દુષ્કર્મ આચરતા સમયે આરોપી પૈકીના એક આરોપીએ 'બીડી પીણી' એવો શબ્દ પ્રયોગ કર્યાનું પીડીતાએ જણાવતા અનુપમસિંહ ગેહલોતે બીડીપીણી શબ્દ મારવાડી હોવાથી  રાજસ્થાન સુધી ટીમો મોકલી હતી અને ત્યાંથી પણ યુવતીએ દર્શાવેલ આરોપીઓના સ્કેચ આધારે શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરાવી પુછપરછ કરી હતી. ખુદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ વડોદરા પોલીસ જે રીતે અથાગ જહેમત ઉઠાવતી હતી તેથી તેમને સંતોષ હતો. અનુપમસિંહ ગેહલોત મોડી રાતે ઘેર પહોંચે ત્યારે તેમના ધર્મપત્ની સંધ્યાબેન જાગતા જ હોય અને પ્રથમ સવાલ એ કરે કે આજે કઇ કલુ મળી બહુ ઓછા લોકોને જાણ હશે કે પોલીસ કમિશ્નરના પત્ની છેલ્લા ૧૦ દિવસથી ઉપવાસ જેવી સ્થિતિમાં હતા. પોલીસ કમિશ્નર પણ આજ રીતે રહેતા હતા.

આટલી અથાગ જહેમત ૩૦ સભ્યોનું અલગ-અલગ વોટસએપ ગૃપ વડોદરાથી બદલાયેલા પીસીબીના તત્કાલીન પીઆઇ રાજેશ કાનમીયાને જુનાગઢથી વડોદરા પરત બોલાવવા છતા જશ ન મળ્યો તેના મૂળમાં વડોદરા પોલીસ પાસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેવા ટેકનીકલ સર્વેલન્સના કોઇ ફુલપ્રુફ સાધનોનો અભાવ છે. સ્કેચ પણ વારંવાર બદલવા પડયા તે બાબત પણ કારણભૂત હતી. જો કે પીડીત યુવતીએ તમામ ધર્મના લોકો અને વડોદરા પોલીસની  કામગીરી અંગે પણ સંતોષ જ વ્યકત કર્યો છે.

(1:16 pm IST)