Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

આદિવાસી નેતા- ધારાસભ્યં છોટુભાઈ વસાવા અને તેના પુત્ર મહેશ વસાવાની અટકાયત

સ્કૂલો બંધ કરવાના વિરોધમાં ભાજપ સરકાર સામે સુત્રોચાર કર્યા : ભીલીસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા

ગાંધીનગર: આદિવાસી નેતા અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ ભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાની પોલીસે અટકાયત કરી છે. મહેશ વસાવાને રેલીની પરમીટ ન મળતા તેમણે સમર્થકો સાથે MLA ક્વાટર્સમાં જ સુત્રોચ્ચારો ભીલીસ્તાન જિંદાબાદના સૂત્રોચ્ચાર કર્યા.હતા

 ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યો. તેમણે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીનું રાજીનામું પણ માંગ્યુ. તેમણે કહ્યું કે આદિવાસીઓને અભણ રાખવા માંગે છે. પહેલા પાણી પડાવ્યુ, જમીન પડાવી, પછી ડુંગરા લઇ લીધા. રોજગાર પણ છિનવ્યો અને હવે મારા ઝઘડિયામા 47 સ્કૂલો બંધ કરવા બેઠી છે.

તેમણે કહ્યું કે ભારતના બંધારણે આદિવાસી માટે અલગ બજેટ ફાળવવાની જોગવાઇ કરી છે. એ બજેટ વપરાતું નથી છતાંય પૈસા ન હોવાનુ કહી સ્કૂલો બંધ કરે છે. ભાજપની સરકાર અમારા છોકરાઓને કાયમ મજૂર જ રાખવા માંગે છે.

 
(1:17 pm IST)