Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

નરાધમોને કાંટા પર ચલાવોઃ માર મારોઃ જુલુસ કાઢોઃ અમને સોંપી દો

વડોદરા દુષ્કર્મ કાંડનો એક આરોપી જશો સોલંકી જસદણ પંથકનો ફુગા વેચવાવાળો છેઃ પિડીતાને ઢસડીને, કાંટા ઉપર ચલાવતા ચલાવતા, ઢોર માર મારતા ઝાડીમાં લઇ જઇ સતત બીડી પીતા પીતા દુષ્કર્મ ગુજાર્યું

વડોદરા : વડોદરાના નવલખી મેદાનમાં ૧૪ વર્ષની સગીરા પર થયેલા સામુહિક બળાત્કાર કેસમાંઅમદાવાદ બ્રાંચે બે આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે પીડિતાના માતા-પિતાએ બંને આરોપીઓને તેમની દિકરીને સોંપી દેવાની માગણી કરી છે. નરાધમોએ તેમની દિકરી સાથેજેવું વર્તન કર્યું તેવી જ રીતે તેમની દિકરી કાંટા પર ચલાવીને મારતા-મારતા જુલુસ કાઢવા માંગેછે. પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, અમદાવાદની પોલીસે અમને ખુબજ મદદ કરી છે. મારીદિકરીની ઇચ્છા છે કે, મને જેવી રીતે મારી તેવી જ રીતે તેઓને મારતા-મારતા તેમનું એન્કાઉન્ટરકરી દો અને મને સોંપી દો હું પણ તેમને તેવી જ રીતે મારવા માંગુ છું.  દુષ્કર્મની પીડિતાનીમાતાએ જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચે અમે ખુબ જ સાથ આપ્યો છે. તેઓએ ખુબ મહેનત કરીનેપકડયા છે. તેમનો હું આભાર માનું છું. જે આરોપીઓ પકડાયા છે તેને જલ્દીમાં જલ્દી સજાઆપવામાં આવે તેવી અમારી માગણી છે. લોકોનો અમને સાથ મળ્યો છે અને હિંમત મળી છે.મારી દિકરી સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું. પોલીસ આરોપીઓને અમને સોંપી દે તો અમે તેઓને મારતા-મારતા જુલુસ કાઢવા માંગીએ છીએ.

વધુમાં પીડિતાને માતાએ જણાવ્યું હતુંકે, આરોપીઓ પકડાયા બાદ મારી દિકરીએ મને કહ્યું હતું કે, જેવી રીતે તેઓએ મને કાંટા પરચલાવી, મને ઘસડીને લઇ ગયા તેમજ મને ખેંચીને મારતા મારતા લઇ ગયા હું પણ તેમની સાથેએવું જ કરવા માંગુ છું. હું તેઓને મારા હાથથી જ મારીશ.

 તેના પિતા પણ પકડાયલા આરોપીઓને મારવા માંગે છે. પિતા હજુ પણ તેમની દિકરીનો સામનો પણ કરી શકતા નથી. પીડિતાના માતાએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓને વહેલામાં વહેલી તકે સજા આપવામાં આવે. અમે જેવી રીતે તડપીએ છીએ, તેમ તેઓને પણ તડપાવામાં આવે. તેઓને ફાંસીની સજા મળવી જ જોઇએ.

પીડિતાની બહેને જણાવ્યું હતું કે, બંને આરોપીઓને કડકમાં કડક સજા મળવી જોઇએ. પોલીસ અનેલોકો તરફથી અમને ખૂબજ સપોટ મળ્યો છે. મારી બહેન સાથે જે રીતે કર્યું છે તેઓને પણ તેવી જરીતે સજા મળવી જોઇએ. તેઓને ત્રીજા માળેથી નીચે ફેંકી દેવા જોઇએ. પોલીસ આરોપીઓનેઅમને સોંપી દે તો અમો તેઓને મારતા મારતા ઝુલુસ કાઢવા માંગીએ છીએ.

આ દુષ્કર્મ કાંડનો એક નરાધમ આરોપી જસદણ પંથકના ગામડાનો છે. અને ફુગા વેંચે છે.

(11:39 am IST)