Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ગુજરાતમાં મહિલાઓ પ્રત્યે ગુનાઓના ૯૪.૪ ટકા કેસો પેન્ડીંગઃ નેશનલ એવરેજ છે ૮૯.૬%

દેશમાં હાલ ૭૨૬૧૨ કેસ પેન્ડીંગ

નવી દિલ્હી,તા.૯: નેશનલ ક્રાઈમ બ્યૂરોના રેકોર્ડ મુજબ, ૨૦૧૭માં રાજયની પોલીસે તપાસ કરેલા ૧૦,૦૪૯ કેસોમાંથી ૮,૧૩૩ કેસો નવા હતા, જયારે ૬ કેસો ફરીથી ઓપન કરાયા હતા. બાકીને ૧૯૧૦ કેસો પાછલા વર્ષમાંથી કેરી ફોરવર્ડ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ માટે NCRBએ વર્ષ ૨૦૧૭માં દેશમાં મહિલાઓ પર થયેલા ક્રાઈમમાંથી હત્યા, રેપ, આત્મહત્યા માટે પ્રેરિત કરવા, દહેજના કારણે હત્યા, પતિ અથવા સંબંધી દ્વારા માર મારવાની દ્યટના, અપહરણ સહિતના ગુનોએને ધ્યાનમાં રાખ્યા હતા.

રિપોર્ટ મુજબ ૨૨ જેટલા કેસો તપાસ દરમિયાન જ સરકારે પાછા ખેંચી લીધા હતા. જયારે ૨૮૦ કેસોમાં તથ્યોમાં ભૂલ સામે આવી. ૩૩૬ જેટલા કેસોમાં પોલીસે નોંધ્યું કે કેસ સાચો છે પરંતુ આરોપીઓ વિરુદ્ઘ અપૂરતા પૂરાવાઓ છે. જયારે ૯૪ કેસો તપાસ બાદ રદ કરી દેવાયા. પોલીસે વર્ષના અંત સુધીમાં ૧૦૯૦ કેસોની તપાસ કરવાની હતી.

હાલના NCRB રિપોર્ટ મુજબ દેશમાં ૭૨,૬૧૨ પેન્ડીંગ કેસો પડ્યા છે. વર્ષ દરમિયાન કોર્ટમાં ૮,૧૭૪ નવા કેસો આવ્યા હતા, જે બાદ ટોટલ કેસનો આંકડો ૮૦,૭૮૬ થયો. ટોટલમાંથી ૪૨૧૨ લોકો નિર્દોષ છૂટ્યા જયારે ૨૨ લોકો ડિસ્ચાર્જ કરી દેવાયા. કોર્ટે ૨૦૧૭ ૧૩૭ કેસોમાં ચૂકાદો આપ્યો. તેમાંથી ૧૨૯ કેસો પાછલા વર્ષના હતા. ગુજરાતમાં મહિલા પ્રત્યેના ગુનાઓમાં ૯૪.૪ ટકા કેસો પેન્ડીંગ પડ્યા છે. જયારે નેશનલ એવરેજનો આ આંકડો ૮૯.૬ ટકા છે.

(10:19 am IST)