Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

સતલાસણાના કોઠાસણા ગમે યુવાનની મૂછ મૂંડવાના છ આરોપીઓને પહાડી વિસ્તારની ગુફામાંથી ઝડપી લેવાયા

સોશિયલ મીડિયામાં દલિત યુવાનની મૂંછ મુંડાવવાની ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો

મહેસાણાના સતલાસણાના કોઠાસણા ગામે યુવાનની મૂંછ મૂંડાવવાના આરોપીઓ ઝડપાઇ ગયા છે. 6 આરોપીઓની પહાડી વિસ્તારની ગુફામાંથી ધરપકડ કરવામાં આવી છે. યુવકની મૂછ મુંડાવી માર મારી આરોપીઓ શહેરના પહાડી વિસ્તારની ગુફામાં છુપાઈ ગયા હતા.

દૂરબીન અને બુલેટપૃફ જેકેટ સાથે પોલિસે સજ્જ થઈને આરોપીઓ ઝડપી પાડયા છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં દલિત યુવાનની મૂંછ મુંડાવવાની ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. જેને આધારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરતા આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે.

(5:32 pm IST)