Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

અમદાવાદમાં પરેશ ધાનાણીએ કારમાંથી નીચે ઉતરી નિભાવી ટ્રાફિક પોલિસની ભૂમિકા: ટ્રાફિક ક્લિયર કર્યો

ગાંધીનગરમાં ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓ માટે ખીચડી શાક બનાવડાવીને જાતે પીરસ્યા બાદ ધાનાણીની વધુ એક કામગીરીની ચોમેર પ્રસંશા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીનો અમદાવાદમાં મોડી રાત્રે ટ્રાફિક મેનેજ કરતો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ચાર રસ્તા પર થયેલા ચક્કાજામને દૂર કરવા માટે જાતે જ કારમાંથી ઉતરીને ટ્રાફિક મેનેજ કરવા લાગ્યા હતા.

 કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી શનિવારે રાત્રે અમદાવાદમાંથી સિંધુભવન રોડપરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે સિંધુભવન ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ થઈ જતાં તેઓ પોતે જ કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને ટ્રાફિક મેનેજ કરવા લાગ્યા હતા. પરેશ ધાનાણીનો ટ્રાફિક મેનેજ કરતો આ વીડિયો રવિવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.આ વીડિઓની ચોમેર પ્રસંશા થઇ રહી છે 

 અત્રે ઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણી લોકોની સમસ્યા માટે હંમેશાં દોડી આવતા હોય છે. તાજેતરમાં જ તેમનો પ્રજા પ્રેમ બિનસચિવાલયની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ જોવા મળ્યો હતો. જેમાં ગાંધીનગરમાં તેમણે અડધી રાત્રે ધારાસભ્યોના આવસની કેન્ટીન ખોલાવીને ઉપવાસ પર બેસેલા વિદ્યાર્થીઓ માટે ખિચડી અને શાક બનાવડાવ્યું હતું અને પછી તેને લઈને જાતે જ વિદ્યાર્થીઓને પરીસ્યું હતું. આ સાથે જ તેમણે વિદ્યાર્થીઓ સાથે જ આખી રાત ઉપવાસ છાવણીમાં વિતાવી હતી.

(9:36 pm IST)