Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ગાંધીનગરમાં મહિલાએ જ્વલનશીલ પર્દાર્થ છાંટી પોતાની જાત જલાવી :બળીને ભડથું

એક રૂમમાં પોતાની જાતને બંધ કરીને આગ લગાડી દીધી હતી;આગ લાગી કે લગાડાઇ ?:પોલીસ તપાસ શરૂ

ગાંધીનગર: ગાંધીનગરના સેકટર 5B ખાતે એક વ્યકિતએ જવલનશીલ પદાર્થ છાંટીને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક મહિલાનું મોત નિપજયું છે. ઘટનાને પગલે મહિલાનું મોત થયું કે આત્મહત્યા કરી કે કેમ. તે અંગે રહસ્ય અકબંધ છે. ઘટનાને પગલે સઘન તપાસ હાથ ધરાઇ છે.

  આ અંગે જાણવા મળ્યા મુજબ ગાંધીનગર સેક્ટરમાં રહેતી આ મહિલાએ જ્વલનશીલ પદાર્થ છાટીને પોતાની જાતને આગ લગાડી દીધી હતી. એક રૂમમાં પોતાની જાતને બંધ કરીને આગ લગાડી દીધી હતી. મહિલા બળીને ભડથું થઇ ગઇ હતી.

   આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુ કરી લેવામાં આવી છે. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા મોટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો.

(10:33 pm IST)
  • ઉત્તરપ્રદેશના મંત્રી બોલ્યા ,ગંગા સફાઈના નામે અબજોનું કૌભાંડ ;ઓમપ્રકાશ રાજભરે એમ પણ કહ્યું કે 'ગંગાપુત્ર પ્રોફેસર જી,ડી,અગ્રવાલને આપણે ખોઈ ચુક્યા છીએ ;સંત ગોપાલદાસ અગ્રવાલ માટે તેમનો પક્ષ આવાજ ઉઠાવશે access_time 1:06 am IST

  • સાંસદ પૂનમબેન માડમની પુત્રી શિવાનીનું સિંગાપોરમાં નિધન :મંગળવારે દિલ્હી -નોઈડામાં અંતિમવિધિ :માડમ પરિવાર દિલ્હી પહોંચ્યો :ઘેરા શોકનું મોજું :દાઝી ગયેલ શિવાનીનું સિંગાપોરમાં સારવાર દરમિયાન કરૂણમોત : શિવાનીના પાર્થિવદેહને હવાઈમાર્ગે દિલ્હી લવાશે access_time 8:15 pm IST

  • અમરેલી:જાફરાબાદમાં કાનજીભાઈ નામના માછીમારને લોટરી લાગી:માછીમારી દરમિયાન ૮૦૦ ધોલ માછલી મળી આવી:આશરે ત્રણ કરોડ આસપાસની આ માછલીઓ હોવાનું અનુમાન:લોકોના ટોળા આ માછલીઓ ભરેલા બોટને જોવા માટે ઉમટી પડ્યા access_time 8:11 pm IST