Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ભરૂચ એલસીબીએ આમોદ પાસેથી ચોરીના બાઈક સાથે ત્રણ વાહનચોર ઝડપ્યા

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આમોદ પાસેથી ચોરીની બાઇક સાથે ત્રણ વાહનચોરોને ઝડપી પાડયા હતા.

 આ અંગે મળતી વિગત મુજબ ભરૂચની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જંબુસરથી ભરૂચની તરફ ત્રણ શંકાસ્પદ બાઇક સાથે આવતા હોવાની મળેલ બાતમીના આધારે આમોદની સમની ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્રણ શંકાસ્પદ ઇસમો નંબર વગરની બાઇક લઇને આવતા પોલીસે તેમને રોકી હતી.

  પૂછતાછ કરતા તેઓ વડોદરાના ડીલચાપર ઠાકોર ફળિયામાં રહેતા ગોવિંદ ઉર્ફે સંદિપભાઇ વાઘેલા, પાદરાના દશપુરા વણકરવાસ ખાતે રહેતો હિતેષ ધનજીભાઇ પરમાર અને શાહપુર ચોકારી ખાતે રહેતો ચંદ્રસિંહ રમણભાઇ પઢિયાર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ત્રણેય પાસે બાઇકોના કાગળ માંગતા ત્રણેઍ ગલ્લા-તલ્લાં કરતાં તેમની પાસે કાગળો ન હોવાનું બહાર આવતા તેમની પાસેથી કાગળો ન મળતા પોલીસે ત્રણેયની વાહનો સાથે ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

(10:30 pm IST)
  • થાક્યા વગર સામાન્ય પિતાની જેમ મુકેશ અંબાણી દીકરીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત : પિતાની તસવીર જોઈ આંખો થઈ ભીની : -મહારાષ્ટ્રની દિવ્યાંગ કલાકાર, ભગવાન શ્રીનાથજી તથા સ્વ. પિતાની તસવીર જોઈને ભાવુક બન્યાં. access_time 5:08 pm IST

  • કાશ્મીર ખીણમાં ઠાર થયો અત્યાર સુધીનો સૌથી નાની વયનો આતંકી :14 વર્ષનો મુદસીર ગત ઓગસ્ટમાં ગૂમ થયો હતો :શ્રીનગરના મજગુન્ડમાં થયેલી અથડામણમાં માર્યા હાયેલા આતંક્વદીઓમાં એક આતંકી કાશ્મીર ઘાટીના આતંકવાદના ઇતિહાસમાં સૌથી નાની વયનો હતો access_time 1:10 am IST

  • ઈશા અંબાણીની પ્રિ-વેડિંગ સેરેમની :મુંબઈ એરપોર્ટે વિક્રમ સર્જ્યો :એરપોર્ટ પર 903 શેડ્યુલ્ડ અને 59 અંશેડયુલ્ડ ઉડ્યન ઉપરાંત 8 ચાર્ટડ ,31 માલવાહક અને 3 સૈન્ય વિમાનોનું આવાગમન થયું access_time 1:09 am IST