Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

વલસાડ નજીક અતુલ હાઇવે પર બે ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત:બે લોકોંના મોત

વલસાડના અતુલ હાઇવે ઉપર આજે સવારે બે ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. કારમાં સવાર અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો છે

ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા આ ટ્રીપલ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

(6:50 pm IST)