Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતા 506 સુરતીઓના લાયસન્સ કરાયા રદ્દ

ફાસ્ટ વાહન ચલવતા ૩૨૭ ચાલકોન લાયસન્સ કેન્સલ કરાયા

સુરત :સુરતીઓએ ચાલુ ગાડીએ મોબાઇલ પર વાત કરવી, વોટ્સ એપ પર મેસેજ કરતા કે પછી કાનમાં હેડફોન લગાવીને ગીત સાંભળતા ધૂમ સ્ટાઇલમાં બાઇક અને કાર ચલાવાની આદત બનાવી દીધી છે. જેને કારણે કેટલીકવાર નાના-મોટા અકસ્માત થયા છે અને કેટલાંકના મોત પણ થયા હોવાના બનાવ બન્યા છે. જેના પર નિયંત્રણ મેળવવા પોલીસે છેલ્લા ૩૬૫ દિવસમાં ગાડી ચલવતા મોબાઇલ પર વાત કરતા ૫૦૬ સુરતવાસીઓના લાઇસન્સ રદ કરી દીધા છે.

સુરત આરટીઓ ઈન્ચાર્જ પાર્થ જોષીએ જણાવ્યું હતું કે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં મોબાઈલ પર વાત કરી વાહન ચલાવતા ૫૦૬ અને ફાસ્ટ વાહન ચલવતા ૩૨૭ ચાલકોન લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. મગજ એક સાથે બે કામ કરી શકતુ નથી. માતા પિતાએ પણ પોતાના બાળકોને સમજાવુ જોઈએ કે ચાલુ ગાડીએ મોબાઈલ પર પણ જાતની એકટીવીટી કરી ન જોઈએએ જરૂરી બન્યું છે.

(5:47 pm IST)