Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ભીલડી નજીક ફાટક તોડી ટર્બો માલગાડીના એન્જિન સાથે ટકરાયો

ટર્બોની બ્રેક અચાનક ફેઈલ થતા ફાટક તોડી માલગાડીના એન્જિન સાથે ધડાકાભેર અથડાયો

ડીસા તાલુકાની રામવાસ ફાટક માલગાડી પસાર થતી હોઈ બંધ હતી તે દરમ્યાન આવતા ટર્બોની બ્રેક અચાનક ફેઈલ થઈ જતા ફાટક તોડી માલગાડીના એન્જિન સાથે ધડાકાભેર ટકરાઈને પ૦૦ મીટર સુધી ઘસાડાયો હતો. તેથી ફાટક આજુબાજુ ઉભેલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા

  સદનસીબે ટર્બોનો ડ્રાયવર ઉતરી જતા જાનહાનિ ટળી ગઈ હતી પરંતુ ટર્બોનો કચ્ચરધાણ વળી ગયો હતો. હાલમાં ભુજ-પાલનપુર રેલ્વે ડબલીંગનું કામ ચાલી રહ્યું છે. ત્યાં ચિત્રાસણીથી કપચી ભરીને ગયેલ ટર્બો (નં.જી.જે.૦૮ એયું ૪૬૪૪) કપચી ઉતારી પરત જતો હતો. તે દરમ્યાન રામવાસ ફાટક નં.૪૬૮ આગળ અચાનક બ્રેક ફેઈલ થઈ જતા 'ફિલ્મી સ્ટંટ' ના દ્રશ્યો ગત શુક્રવારની સાંજે સર્જાયા હતા.

   રેલ્વેની ડીવાઈડર અને ફાટક તોડી માલગાડીના એન્જિન સાથે ધડાકાભેર અથડાતા ટર્બો એન્જિન સાથે ચોંટી જઈ પ૦૦ મીટર ઘસડાયો હતો. તેથી ટર્બોનો કચ્ચર ધાણ વળી ગયો હતો. જેથી રેલવે પોલીસ અને સ્ટાફ ક્રેન અને જે.સી.બી. મંગાવી બંનેને માંડ અલગ પાડ્યા હતા. જા કે માલગાડીના એન્જિનને પણ નુકશાન થયું હતું. તેથી દોડી આવેલા રેલ અધિકારીએ આગળથી આવનારી ટીમ નુકશાનીનો સર્વે કરશે. તે બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે. જા કે સમય સૂચકતા વાપરી ટર્બોનો ડ્રાયવર ઉતરી જતા જાનહાનિ ટળી ગઈ હતી. તેથી તમામે હાશકારો અનુભવ્યો હતો.

(5:44 pm IST)