Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

નવસારીમાં લગ્‍નની પાર્ટીમાં ૪ મહિલા-વરરાજા સહિત ર૩ લોકો દારૂ પી ઝુમતા ઝડપાયા : પ્રસંગ પડયો ફિક્કો

નવસારી : રાજ્યભરમાં લગ્નનો માહોલ જામ્યો છે. હને લગ્નમાં દારુની પાર્ટી કરવાનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. નવસારીમાં આવી જ રીતે લગ્ન સમારંભમાં દારુની પાર્ટી કરવામાં આવી રહી હતી. જેમાં પોલીસે રેડ પાડી 23 લોકોની અટકાયત કરી હતી. 23 લોકોમાં 4 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

ઘટનાની વિગત એવી છે કે નવસારી શહેરની નૂતન સોસાયટીમાં લગ્ન સમારંભ દરમિયાન દારુની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને જાણ થતા લગ્ન સમારંભમાં રેડ કરી હતી અને 23 નબીરાની અટકાયત કરી તમામને સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે લાવવામાં આવ્યા હતા. 23 લોકોમાં 4 મહિલોઓ પણ સામેલ હતી. ખાસ વાત એ છે કે વરરાજો અર્પિત શાહ પણ દારુની મહેફીલમાં હાજર હતો.

(3:26 pm IST)