Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

લોકરક્ષક દળ જ નહિ ગૌણ સેવા પસંદગીનું પેપર પણ ફૂટ્યું હતું ! : પેપર લીક કાંડમાં સંડોવાયેલા આરોપીઓની આકરી પૂછપરછ

દિલ્હીની ગેંગ દ્વારા ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યના પેપર લીક કરાયા ?

અમદાવાદ : લોકરક્ષક દળના પેપર લીકથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે, પોલીસ હજુ સુધી પેપર ફોડનારી દિલ્હીની ગેંગ સુધી પહોંચી શકી નથી, ગુજરાતમાંથી સંડોવાયેલા આરોપીઓને દબોચી લીધા છે, જેઓની પૂછપરછમાં અનેક નવા વણાક આવી શકે છે, પોલીલ હાલ તપાસ કરી રહી છે કે પેપરલીકમાં ઝડપાયેલા આરોપીઓ અગાઉ કોઇ પરીક્ષાના પેપર લીક કરવામાં સંડોવાયેલા છે કે કેમ ?

   સમગ્ર મામલે શંકા છે કે દિલ્હીની ગેંગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક કરવામાં આવે છે, તો શું ગુજરાતમાં થોડા સમય પહેલા જ લેવામાં આવેલી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પેપર લીક થયાની ફરિયાદ ઉઠી હતી. આ અંગે ગાંધીનગર સેક્ટર 7ના પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે જેની હાલ તો તપાસ ચાલી રહી છે. પરંતુ પોલીસ લોકરક્ષક દળના આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે તેઓની આ પરીક્ષા કે અન્ય પરીક્ષામાં ભૂમિકા હતી કે કેમ

    ગુજરાતમાં તાજેતરમાં જ બહાર આવેલા પેપરલીક કૌભાંડમાં પોલીસ ખૂબ જ ઝીણવટભરી તપાસ કરી રહી છે. છેક રાજ્યના પોલીસ વડાથી લઇને એટીએસ સહિતની પોલીસ ટીમ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે. સમગ્ર મામલે એક પછી એક નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે. જેમાં બધાના મોઢે દિલ્હીની ગેંગનું જ નામ આવે છે. આ દિલ્હીની ગેંગ દ્વારા ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યના પેપર લીક કરાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવામાં પોલીસને શંકા છે કે શું ગુજરાતમાં અન્ય પરીક્ષામાં પણ પેપર લીક થયું હતું કે કેમ. આ અંગે લોકરક્ષકદળના પેપરલીકકાંડમાં સંડોવાયેલા આરોપીઓની આકરી પૂછપરછ કરી રહી છે.
   ગાંધીનગર પોલીસનું કહેવું છે કે સમગ્ર પેપરકાંડમાં દિલ્હીની ગેંગ મુખ્ય સૂત્રધાર છે. દિલ્હીની ગેંગ પાસે પેપર હતું તેણે ગુજરાતના યુવકોને પેપર વેંચ્યું હતું. બીજી બાજુ પોલીસ કોન્ફરન્સમાં જણાવાયું કે અમારી તપાસમાં એક આરોપીએ જણાવ્યું કે દિલ્હીની ગેંગે પેપર વાંચવા માટે બે કલાકનો સમય આપ્યો હતો, જો કે તેઓને વધુ સમય લાગતા દિલ્હીની ગેંગ પરપસ્પર એવી વાતો કરતાં હતા કે અન્ય રાજ્યના પેપર અમે ફોડીએ છીએ ત્યારે   ત્યાંના છોકરાઓને આટલી વાર નથી લાગતી તો તમે કેમ આટલી વાર લગાવો છો

પોલીસના જણાવ્યા પ્રમાણે દિલ્હીની ગેંગ અગાઉ પણ પેપર ફોડવામાં માસ્ટર છે, ત્યારે સવાલ એ થાય છે કે કોણ છે આ દિલ્હીની ગેંગ અને તેની પાસે પેપર ક્યાંથી આવ્યું.

(12:45 am IST)