Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કોંગ્રેસે ધીમા વોટીંગ સહિત પ્રશ્ને પંચમાં કરેલી ફરિયાદ

તાત્કાલિક કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગણીઃ બ્લુટુથ ટેકનોલોજી ઉપયોગ દ્વારા ઇવીએમમાં ગડબડીનો પણ કોંગ્રેસનો આક્ષેપ : ફરિયાદ બાદ રાજકારણ ગરમાયું

અમદાવાદ,તા.૯, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું ત્યારે બીજીબાજુ, કોંગ્રેસ પક્ષ દ્વારા ધીમા વોટીંગ, ભાજપના મુખ્યમંત્રી વિજય રૂ.પાણી દ્વારા મતદાન દરમ્યાન લાઇવ પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરાયો હોવા સહિતના કેટલાક મુદ્દે આજે ચૂંટણી પંચને ગંભીર ફરિયાદો કરી હતી અને આ સમગ્ર પ્રકરણમાં તાત્કાલિક કાયદાનુસાર પગલા ભરવા માંગણી કરવામાં આવી હતી. કોંગ્રસેની ફરિયાદને પગલે ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે.  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણી અને લીગલ સેલ કન્વીનર નિકુંજ બલરે ચૂંટણી પંચને કરેલી ફરિયાદ અંગે જણાવ્યું હતું કે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂ.પાણી કે રાજકોટ પશ્ચિમના ઉમેદવાર છે, તેમણે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમ્યાન અમદાવાદમાં લાઇવ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તમામ ટીવી ચેનલોમાં તેનું પ્રસારણ થયું હતું. આમ કરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂ.પાણી દ્વારા ચૂંટણી આચારસંહિતાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. મતદાનના કલાકો દરમ્યાન વડાપ્રધાન મોદીની જાહેરસભાઓનું પ્રસારણ કરાયું હતું. આ સમગ્ર મામલે તાત્કાલિક કાયદાનુસાર પગલા ભરવા કોંગ્રેસ તરફથી ચૂંટણીપંચ સમક્ષ માંગણી કરાઇ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણી અને લીગલ સેલ કન્વીનર નિકુંજ બલરે વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગરના બરતળાવ વોર્ડ મતવિસ્તારના બુથ નં-૨૦૪ ખાતે આજે સવારે મતદારો સમયસર આવી ગયા હોવાછતાં ભાજપના સ્થાનિક ધારાસભ્યના ઇશારે પ્રિસાઇડીંગ ઓફિસર દ્વારા ઇરાદાપૂર્વક મતદાન પ્રક્રિયા ધીમી ગતિએ શરૂ. કરવામાં આવી હતી. આ મામલામાં પણ કસૂરવાર પ્રિસાઇડીંગ ઓફિસર સહિતના લોકો વિરૂ.ધ્ધ કાર્યવાહી કરવાની કોંગ્રેસે માંગણી કરી હતી. આ સિવાય, વાગરા મતવિસ્તારમાં લુવારા ગામના પોલીંગ બુથમાં ઇવીએમમાં કોંગ્રસના ઉમેદવારનું બે નંબરનું બટન ચાલતુ નહી હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જયારે જામનગર મતવિસ્તાર ખાતે એક પોલીંગબુથ પર બ્લુટુથ કનેકટીવીટી ઇવીએમ સાથે જોડાતાં ફરિયાદ ઉઠી હતી. કોંગ્રેસ દ્વારા બ્લુટુથ ટેકનોલોજીના ઉપયોગ મારફતે ઇવીએમમમાં ગડબડીની દહેશત વ્યકત કરી હતી અને આ સમગ્ર મામલે જરૂ.રી પગલા લેવા ચૂંટણી પંચને વિનંતી કરવામાં આવી હતી.

 

(11:10 pm IST)