Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

સુરત જિલ્લાની ૧૬ સીટ પર ૧૭૬ના ભાવિ ઇવીએમમાં

સુરત જિલ્લામાં ૭૦ ટકાથી વધુ મતદાનઃ દેશભરની નજર પાટીદાર બહુમતવાળા કારંજ, કામરેજ, વરાઠા રોડ અને સુરત બેઠકો ઉપર કેન્દ્રિત : ભારે સસ્પેન્ડ

અમદાવાદ, તા.૯, પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું હતું પરંતુ તમામની નજર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કેન્દ્રીત થઇ ગયું છે. સુરતમાં ૧૬ સીટો પર ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છે. સુરતને લઇને સૌથી વધારે ચર્ચા રહી છે. કારણ કે, પાટીદાર બહુમતવાળા તમામ વિસ્તારો અહીં આવેલા છે જેમાં કારંજ, કામરેજ, વરાછા રોડ, સુરત ઉત્તર સીટોનો સમાવેશ થાય છે. સુરતને લઇને આ વખતે સ્થિતિ શું રહેશે તેને લઇને રાજકીય પક્ષો પણ કઇ કહેવાની સ્થિતિમાં નથી. દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો ઉપર ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ ઉપર છે. દક્ષિણ ગુજરાતમાં ૩૫ સીટો પર ૩૨૦ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. એકલા સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની ૧૬ બેઠકો ઉપર ૧૭૬ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. આ તમામ ઉમેદવારોના ભાવિ આજે ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. અહીં ૪૦ લાખથી વધુ મતદારો પૈકી ૭૦ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સુરત જિલ્લાની જે ૧૬ સીટો રહેલી છે તેમાં ઓલપાડ, માંગરોળ એસટી, માંડવી એસટી, કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી એસસી અને મહુવા એસટીનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાઓ ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની પ્રતિષ્ઠા દાંવ ઉપર લાગી ગઈ હત.ી પાટીદાર મતદારોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. હાર્દિક પટેલની સૌરાષ્ટ્રમાં આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ વખતે સ્થિતિ શું રહેશે તેને લઇને ચર્ચા વિચારણાનો દોર ચાલી રહ્યો છે.

 

(11:04 pm IST)