Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

હિન્દુસ્તાનમાં કોંગ્રેસને શોધવા મહેનત પડેઃ ગુજરાતની પ્રજા તેમને કયારેય પેસવા નહિં દેઃ નરેન્દ્રભાઈ

લુણાવાડા બાદ બોડેલીમાં પણ કોંગ્રેસને મોદીએ આડે હાથ લીધી

વડોદરાઃ દેશના વડાપ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક મોદીએ આજે બોડેલીમાં સભા સંબોધી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તેમણે સભાને સંબોધતા જણાવ્યુ હતુ કે, જે કોંગ્રેસને આખા દેશે વિદાય આપી દીધી છે તેને આ ગુજરાતની પ્રજા કોઇ કાળે નહીં પેસવા દે. ગુજરાતની પ્રજા અડધો રોટલો ખાઇને પણ કોંગ્રેસને ગુજરાતમાં નહીં પેસવા દે.

તેમણે -કેમ છો બધા કરીને સભાની શરૂઆત કરેલ. તેમણે વધુમાં જણાવેલ કે આપણા નરેન્દ્રભાઇ બોડેલીમાં સાઇકલ લઇને ફરતા હતા. મારૂ એ સૌભાગ્ય રહ્યુ કે, વર્ષો સુધી સમાજ સેવામાં વ્યસ્ત રહ્યો છું. દેશનો પહેલો વડાપ્રધાન હોઇશ જેને ૪૦૦થી ૪૫૦ જિલ્લામાં રાતવાસો કર્યો હોય-પહેલો વડાપ્રધાન હોઇશ જેને દેશના હજારો ગામડા જાતે ખુદ્યા હોય. સામાન્ય માણસના સુખદુખ શું હોય તેની મને ખબર પડે છે.

રાજમહેલમાં રહેનારને આદિવાસીઓનું દુઃખ ન સમજાય જેમને એ ખબર ન હોય કે બટાકા ખેતરમાં થાય કે કારખાનામાં થાય. -હિન્દુસ્તાનમાં કોંગ્રેસને શોધવી હોય તો મહેનત પડે છે. કોંગ્રેસના પગ નીચેથી ધરતી સરકી ગઇ, એટલે જુઠ્ઠાણા ચલાવે છે.

 

(11:57 pm IST)