Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

જશપ્રિત બુમરાહના દાદા અમદાવાદમાં ગૂમ : પોલીસ શોધખોળ કરી રહી છે

ઉત્તરાખંડથી પૌત્રને મળવા આવેલ : દિકરીએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ : ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહના દાદા તેને મળવા માટે અમદાવાદ આવ્યા હતા. પરંતુ ગઈકાલે તેઓ ગાયબ થઇ ગયા હોવાની જાણ કરતી અરજી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં થઇ છે. આ અંગેની જાણ થતા અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે આ અંગેની જાણવાજોગ નોંધ કરીને સંતોખસિંહને શોધવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસમાંથી મળતી માહિતી મુજબ તેઓ પૌત્રને મળવા જતા ગઈકાલે ગૂમ થયા હતા.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહનો પરિવાર વસ્ત્રાપુર પાસેના એક જાણીતા એપાર્ટમેન્ટમા રહે છે. તેમના દાદા સંતોખસિંહ બુમરાહ (ઉ.વ. ૮૪) ઉત્ત્।રાખંડમાં રહે છે. તેમની એક દીકરી પણ અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. પૌત્રને મળવા માટે સંતોખસિંહ બુમરાહ અમદાવાદ આવ્યા હોવાની વાત જાણવા મળી રહી છે. જેથી તેઓ ગઇકાલે બપોરે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી ગુમ થઇ ગયા હોવાની જાણ કરતી અરજી તેમની દીકરી રંજીદ કૌરે કરી છે.

બુમરાહના દાદા ૮૪ વર્ષના સંતોખસિંહ ઉત્ત્।રાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના કિચ્છામાં આવાસ વિકાસ કોલોનીમાં ભાડાના મકાનમાં રહે છે. પિતાના મોત બાદ જસપ્રિત અને તેની માતા દલજીત પારિવારીક કારણોને કારણે પોતાના દાદાથી અલગ થઇ ગયા હતા અને ત્યારબાદ તેઓ કયારેય તેમને મળ્યા નથી. સંતોખસિંહ મૂળ અમદાવાદના છે જયાં તેમના ફેબ્રિકેશનના ત્રણ કારખાના હતા. ૨૦૦૧માં પીળીયાને કારણે તેમના દીકરા અને જસપ્રિતના પિતા જસવીર સિંહનું નિધન થયું હતું. દીકરાના મોતથી તેમને મોટો આદ્યાત લાગ્યો અને ફેકટરીઓ પણ આર્થિક સંકટમાં ઘેરાઇ હતી. બેંકોનું દેવું ચુકવવા માટે તેમણે તેને વેચી દેવી પડી હતી. સંતોખસિંહ ૨૦૦૬માં ઉત્ત્।રાખંડના ઉધમસિંહ નગર આવી ગયા અને ચાર ટ્રક ખરીદી તેને કિચ્છાથી રૂદ્રપુર વચ્ચે ચલાવવા લાગ્યા. અહી પણ નસીબે તેમને સાથ ન આપ્યો અને ત્રણ ટ્રક વેચવા પડ્યા. જસપ્રિતના કાકા વિકલાંગ છે અને દાદીનું ૨૦૧૦માં મોત થઇ ચુકયું છે. જસપ્રિતની અમદાવાદમાં રહેનારી ફોઇએ પિતા સંતોખસિંહ અને પોતાના ભાઇનો લાંબા સમય સુધી ખર્ચ ઉઠાવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે જસપ્રિત બુમરાહ અને તેનો પરિવાર આજે પણ અમદાવાદમાં જ રહે છે.(૩૭.૨૪)

 

(4:00 pm IST)