Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

મે 'પાસ' માંથી રાજીનામુ આપ્યુ નથી, ચૂંટણી પ્રક્રિયા સુધી આંદોલન શાંત રાખવા વિનંતી કરી છેઃ દિનેશ બાંભણિયા

 આટકોટ તા. ૯ : 'પાસ'ના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલના સાથીદાર દિનેશ બાંભણીયોએ 'પાસ'માંથી રાજીનામુ આપી દીધાની વાતો વહેતી થયા બાદ દિનેશ બાંભણીયાએ સ્પષ્ટતા કરી છે અને 'પાસ'માંથી રાજીનામુ ન આપ્યાનુ જણાવ્યુ હતુ.

'અકિલા' સાથેની વાતચીતમાં દિનેશ બાંભણીયાએ જણાવ્યુ હતુ કે ભાજપની સામે અમારો વિરોધ છે અને કોંગ્રેસે અનામત માટે ખાત્રી આપી છે જેથી નવી સરકાર આવે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યા સુધી રાહ જોવા જણાવ્યુ હતુ અને આંદોલન શાંત રાખવા હાર્દિકને કહ્યુ છે હાર્દિક પટેલની સેકસ સીડી અંગે નારાજગી વ્યકત કરીને હું કોઇ પણ પક્ષમાં જોડાવવાનો નથી તેમ જણાવ્યુ હતુ.

દરમિયાન દિનેશભાઇ બાંભણીયાએ જણાવ્યું હતું કે, મેં 'પાસ'માંથી કોઇ રાજીનામુ આપ્યુ નથી. મેં આંદોલન થોડો સમય અટકાવવા માટે હાર્દિક પટેલને કહ્યું છે હું 'પાસ'માં જ છું અને 'પાસ'માં જ રહેવાનો છું. હું અનામતની વાતમાં સાથે છું કોઇ પાર્ટીનો એજન્ટ નથી. તેમ અંતમાં દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું.(૨૧.૧૧)

 

(11:52 am IST)