Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રાહુલ ગાંધી પાટણમાં: સોમવારે નરેન્દ્રભાઇ મોદીની જાહેરસભા

 પાટણ તા. ૯ :.. પાટણ જીલ્લાની ચાર વિધાનસભાની બેઠક ઉપર ર૦૧૭ ના મહાસંગ્રામ જામ્યો છે મતદાનના અંતિમ દિવસો નજીક છે તેમ ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે.

પાટણ વિધાનસભાની બેઠક ઉપર બે મીત્રો સામ-સામે ચૂંટણી જંગમાં આવ્યા છે. પાટણના ધારાસભ્ય   અને સંસદીય સચિવથી રણછોડભાઇ દેસાઇને ભાજપે રીપીટ કર્યા છે.

તો કોંગ્રેસે પાટણના જૂના પાસના કન્વીનરથી ડો. કીરીટ પટેલને કોંગ્રેસે ચુંટણી જંગમાં ઉતારીને ર૦૧ર માં મોધાજી ઠાકોર કોંગ્રેસના અને ભાજપમાંથી રણછોડભાઇ દેસાઇ વચ્ચે જંગ જામ્યો હતો જેમાં ખુબ જ બહોળી બહુમતી પ૮૭૧ ના મતોએ રણછોડભાઇ વિજય બન્યા હતાં. ભાજપના ગઢ ગણાવી પાટણ વિધાનસભાની આ બેઠક ભાજપને જાળવવા આંખે પાણી આવી રહ્યા છે. ઠાકોર સમાજના પ્રભુત્વ વાળી તેમજ પાટીદાર ઇફેકટ ધરાવતી આ બેઠક ઉપર ખુબ જ કોંગ્રેસ બેઠક હાંસલ કરવા કમર કસી રહ્યું છે.

આ બેઠક ઉપર મતદારો ર,૭૧,૯૯૩ જેમાં શીવસેના અન્ય પક્ષો અને ઇતર ઉમેદવારો ૧૦ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે.

ભાજપનો ગઢ ગણાતી અને પાંચથી ૬ હજાર મતોની લીડથી ભાજપ આ બેઠક માટે કપરા ચઢાણ જણાઇ રહ્યા છે. આજે બપોર બાદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે.

તો ૧૧ મી ડીસેમ્બર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પાટણમાં ચૂંટણી પ્રચાર અર્થ આવી સભા સંબોધશે.

જયારે આજે સાંજે ૬ વાગે સાંસદ થી પુરૂષોતમ રૂપાલા ભાજપના ઉમેદવાર થી રણછોડભાઇ દેસાઇની ચૂંટણી સભા સંબોધનારા છે.

 

(10:37 am IST)