Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ભુતબેડા માર્ગ ઉપર બે વાહનોમાં ખેરના લાકડાનો 2 લાખથી વધુનો મુદામાલ ઝડપી પાડતી વન વિભાગ ટિમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના ભુતબેડા માર્ગ ઉપર બે વાહનોમાં ખેરના લાકડાનો 2 લાખથી વધુનો મુદામાલ વન વિભાગની ટીમે ઝડપી પાડ્યો હતો.
  પ્રાપ્ત માહિતી અનુસાર નીરજકુમારના.વન સંરક્ષક નર્મદા ને મળેલ ગુપ્ત બાતમી તથા એ.ડી.ચૌધરી મદદનીશ વન સંરક્ષક નેત્રંગનાં માર્ગદર્શન તથા જે.એ.ખોખર રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોરાપાડા નાં નેતૃત્વ હેઠળ વનકર્મી કુ, કે.બી.ગોહિલ,પી.એલ.ગોસાઇ,જે.આર.ભુંગળ એમ. આર.વસાવા આજે મધરાત્રે ગારદા ભુતબેડા રોડ ઉપર નાઇટ પેટ્રોલીંગ કરતાં હતા ત્યારે બે શંકાસ્પદ ટાટા પીક અપ વાહનો ગારદા થી ભુતબેડા તરફ આવતાં વનકર્મીઓ દ્વારા આ વાહનોને થોભાવતાં પુર ઝડપે વાહનો હંકારી વાહન ચાલકો તથા વાહનમાં રહેલ મજુરો ચાલુ ગાડીએ રાત્રિના અંધારાનો લાભ ઉઠાવી વાહનમાંથી કુદી ફરાર થઇ જતાં વાહનોમાં ટાટા પીકઅપ નંબર GJ - 17 - Y - 0156 તથા અન્ય એક ટાટા પીકઅપ નંબર – GJ - 08 - V - 2693 પાસ પરમીટ વગરનો મુદ્દામાલ ખેર નંગ ૫૫ ઘ.મી .૩.૮૦૮૦ વાહતુક કરતાં સાથે પકડી ગુન્હો નોંધી એક ને અટક કરી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે . જેમાં મુદ્દામાલ ખેર નંગ , ૫૫ ઘ.મી .૩.૭૮૦ ની માલ કિમંત રૂા . ૮૮,૦૨૮-તેમજ પીકઅપ વાહન નંગ -૨ અંદાજીત કિમંત રૂા .૧,૫૦,૦૦૦ સાથે કુલ કી.રૂા . ૨,૩૮૦૨૮ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે . જેની આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(11:51 pm IST)