Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અમદાવાદમાં પરવાનગી વિના જોખમી રાસાયણો નો સંગ્રહ કરનારાં 13 યુનિટો સીલ : મ્યુનિસિપલ કોર્પોરેશન દક્ષીણ એસ્ટેટ નગર વિકાસ ખાતું તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચેકીંગ બાદ કાર્યવહી : આવતીકાલે નિયમ મુજબ ફાયર સીસ્ટમ નહીં લગાવેલ યુનિટો નું ચેકીંગ બાદ સીલ લગાવાની કામગીરી

અમદાવાદ :  શહેરમાં દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં શાહવાડી વિસ્તારમાં આવેલ રેવાકાકા એસ્ટેટ અને નાનુકાકા એસ્ટેટમાં આવેલ કેમીકલના ગોડાઉનમાં ગત તાઃ:-૦૪.૧૧.૨૦૨૦ ના રોજ અકસ્માત થયેલ. આ સ્નનુસંપાને તાઃ-૦૫ થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એસ્ટેટ ઝત્તે નગરવિકાસ ખ્યાતું તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ પ્રકારના જોખમી રસાયણોનો સંગ્રહ કરવામાં આવતો હોય તેવા સ્થળોની સધન ચકાસણી હાથ ધરવામાં આવેલ છે. તે અન્વયે નીચે મુજબની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

 એસ્ટેટ અને નગરવિકાસ ખાતું:

આગવી ચકાસણી દરમ્યાન જે યુનીટોમાં આવી પ્રવૃતી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા વિવિધ સરકારી વિભાગો મારફતે મેળવવાની થતી જરૂરી પરવાનગી / લાયસન્સ ! એન.ઓ.સી. મેળવેલ નહી હોવાનું માલુમ પડેલ છે તેવા યુનીટોનો ઉપયોગ બંધ કરાવવા સારૂ “સીલ કરવામાં આવેલ છે.

 કુલ ૧૩ (તેર) યુનીટો [ક્ષેત્રફળ આશરે ૫૬૦૦ ચો.મી.) તાઃ-૦૯.૧૧.૨ર૦૨ર૦ ના રોજ આ વિસ્તારમાં આ પ્રકારનું આશરે ૧૦૦૦ ચો.મી. જેટલું બિનઅધિકૃત ઇન્ડસ્ટ્રીયલ શેડ પ્રકારનું બાંધકામ દુર કરવાની કામગીરી હાલમાં ચાલુ છે.

 સોલીડ વેસ્ટ મેનેજમન્ટ વિભાગઃ

કેમાકલના યુનીટોની ચકાસણી કરીને જરૂરી હેલ્થ લાયસન્‍સ વગર ધંધાકીય પ્રવૃતી ચાલુ હોય તેવા ૧૮ જેટલા યુનીટાન નાટીસ આપવામાં આવેલ છે.

ફાયર વિભાગઃ

ફકાવર વિભાગ દ્વારા આ વિસ્તારમાં આવેલ યુનીટોની ચકાસણી હાથ ધરવામાં આવેલ છે, અને જરૂરી ફાયર એન.ઓ.સી. તથા જરૂરી ફાયર ફાઈટૅંગ સીસ્ટમ લગાવેલ ન હોય તેવા યુનીટોને આઈડેન્ટીફાય કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આવા યુનીટોનો ઉપયોગ બંધ કરવા સારૂ “સીલ” કરવાની કામગીરી આતીદ લ તાઃ-૧૦. થી હાથ ધરવાનું આયોજન છે.

(8:26 pm IST)