Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

મોબાઇલ ખોવાઇ જતા ૬૦ હજારની ખંડણીની માગ થઇ

મહિલાને મોબાઇલમાં અંગત ફોટો રાખવા ભારે પડ્યાં : સુરતના મહિલા નાયબ મામલતદારનો મોબાઇલ ગુમ થયાના ૧૦ મહિના બાદ એડિટ થયેલા ફોટા સામે આવ્યા

સુરત,તા. : સુરતના મહિલા નાયબ મામલતદાર ૧૦ મહિના પહેલાં મોલમાંથી ખરીદી કરી પરત ફરી રહ્યાં હતાં ત્યારે તેઓ રિક્ષામાં પોતાનો મોબાઇલ ભૂલી ગયા હતા. ઘટનાના ૧૦ મહિના બાદ અજાણ્યા શખ્સે મહિલા નાયબ મામલતદારના મોબાઇલનાં વીડિયો અને ફોટો એડિટ કરી તે ફોટા વહેતા કરવાની ધમકી આપી છે. એડિટેડ ફોટા વહેતા કરવા બદલ તેણે ૬૦ હજારની ખંડણી માંગી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. મામલે નાયબ મામલતદારે આપેલી પોલીસ ફરિયાદ મુજબ, જાન્યુઆરી ૨૦૨૦માં મોલથી ખરીદી કરી રિક્ષામાં ઘરે પરત આવ્યા હતા તે સમયે રિક્ષામાં મોબાઇલ ભૂલી ગયાં હતાં. મોબાઇલના મેમરી કાર્ડમાં તેમના પર્સનલ ફોટોગ્રાફ અને દસ્તાવેજ હતા. મોબાઇલ મળતા નાયબ મામલતદારે નવું સીમકાર્ડ અને મોબાઇલ લઈ લીધો હતો. જે બાદમાં ૧૦ મહિના પછી ૩૦મી ઓકટોબરે રાત્રીના સમયે એક કૉલ આવ્યો હતો. જેમાં સામેવાળાએ હિન્દી મેં બાત કરો એવું કહેતા મહિલાએ કાપી નાખ્યો. ત્યાર બાદ અવારનવાર કૉલ આવવા લાગ્યા હતા. મહિલાએ પોતાનો બનાવેલો વીડિયો અને અંગત ફોટોગ્રાફ રિક્ષામાં ભૂલી ગયેલા મોબાઇલનાં મેમરી કાર્ડમાં હતા. એટલું નહીં, અજાણ્યા શખ્સે મહિલાના મોબાઇલ પર વીડિયો સાથે અશ્લીલ મેસેજ પણ કર્યો હતો. પછી મહિલાએ તેનું સોશિયલ મીડિયા તેના પતિના મોબાઇલમાં ચાલુ કર્યુ ત્યાર પછી અવારનવાર મેસેજ અને બીભત્સ ફોટોગ્રાફ મોકલતો હતો. ફોટો ડિલિટ કરવા માટે ૬૦ હજારની માંગણી કરી અને નહીં આપે તો ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. રીતે જે લોકો પોતાના મોબાઇલ ફોનમાં અંગત તસવીરો અને વીડિયો બનાવી રાખે છે તેમના માટે ચેતવણી સમાન કિસ્સો છે. અંગે સાઇબર ક્રાઇમ પોલીસે ચેતવણીઓ આપી છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાના ફોનમાં કે સોશિયલ મીડિયા સાથે લીંક એકાઉન્ટમાં પ્રકારની તસવીરો અને વીડિયો સ્ટોર કરવા જોઈએ. મામલે નાયબ મામલતદારની ફરિયાદ બાદ સાઇબર ક્રાઇમે મૂળ દિલ્હીના રહેવાશી અને હાલ સુરકતના લીંબાયત વિસ્તારમાં રહેતા નઝીમ નઈન પટેલની ધરપકડ કરી છે. સુરતનો કિસ્સો ખરેખર તમામ માટે ચેતવણી સમાને છે.

(7:48 pm IST)