Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અમદાવાદના બે આઇપીએસનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

ડીસીપી ઝોન-6 અશોક મુનિયા અને સ્પેશ્યલ બ્રાન્ચના જોઇન્ટ સીપી પ્રેમબીર સિંઘ કોરોના સંક્રમિ: બે IPS અધિકારીઓની પત્નીઓ કોરોના પોઝિટિવ આવ્યા

અમદાવાદ: શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ચીકન ગુનિયા થયો છે. ત્યારે શહેરના બીજા બે IPS અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. બે IPS અધિકારીઓની પત્નીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા તે બાદ એક આઇપીએસ પણ કોરોના પોઝિટિવ થયા છે. જ્યારે ડીસીપી ઝોન-6 અશોક મુનિયાનો કોરોના પોઝિટિવ આવ્યો છે.

વડાપ્રધાન મોદીની અમદાવાદ મુલાકાત બાદ અમદાવાદના ઘણા પોલીસ અધિકારીઓ બીમાર પડી ગયા છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ફેફ્સામાં ઇન્ફેક્શન થવાને કારણે તેમણે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારબાદ તેમણે ચીકન ગુનિયા થયો હતો. જેની સારવાર ચાલી રહી છે. એક અઠવાડિયાની રજા બાદ આજે સોમવારે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ફરીથી ચાર્જ સંભાળી લીધો છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના સ્પેશ્યલ બ્રાન્ચના જોઇન્ટ સીપી પ્રેમબીર સિંઘના પત્નીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમનો ચેપ તેમના IPS પતિને પણ થયો છે, જેના કારણે તેઓ રજા પર ઉતરી ગયા છે. પોલીસ કમિશનર કચેરીના જોઇન્ટ સીપી ટ્રાફિક આઇજી મયંકસિંહ ચાવડાના પત્નીનો પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો જે બાદ તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના જોઇન્ટ સીપી રેન્કના બે સીનિયર આઇપીએસ અધિકારીઓ કોરોનાની ઝપટમાં આવવાને કારણે રજા પર ઉતરી ગયા છે

  .બીજી બાજુ અમદાવાદ શહેરના ડીસીપી ઝોન-6 અશોક મુનિયા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓ ટુંક સમય પહેલા જ નેશનલ પોલીસ એકેડમી (NPA)માંથી તેમની તાલીમ પુરી કરીને ગુજરાત પરત આવ્યા છે અને ઝોન-6 ડીસીપીનો ચાર્જ સંભાળવાની સાથે જ કોરોના સંક્રમિત થયા છે. તેના કારણે તેઓ પણ રજા પર ઉતરી ગયા છે.

અમદાવાદ શહેરમાં બે મહિના પહેલા એક સાથે SOGના એસપી, ડીસીપી, સાયબર ક્રાઇમના ડીસીપીની પણ તબિયત બગડવાને કારણે રજા પર ગયા હતા. હવે દિવાળીના તહેવારો પહેલા અમદાવાદ શહેરના વધુ બે IPS અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.

(8:08 pm IST)