Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ગાંધીનગરના કલોલમાં વરલી મટકાનો જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પોલીસે 37 હજારનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર:જિલ્લામાં જુગારની બદી અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આપેલી સૂચનાના પગલે ગાંધીનગર એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી બાતમીદારોને સક્રિય કરી જિલ્લામાં પ્રોહીબીશન અને જુગારના કેસો કરવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબીના પીએસઆઈ વી.કે.રાઠોડ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેકો.રણજીતસિંહને બાતમી મળી હતી કે કલોલ શહેર રામજી માસ્તરની ચાલીમાં રણછોડભાઈ રબારીની ઓરડીમાં ચંદ્રકાંત ઉર્ફે ચંદો ચીનુભાઈ શાહ પોતાના મળતીયાઓ મારફતે ગ્રાહકો પાસેથી વરલી મટકાનો આંક લઈને હારજીતનો જુગાર રમાડે છે. જે બાતમીના પગલે એલસીબીની ટીમે દરોડો પાડતાં ચંદ્રકાંત ઉર્ફે ચંદો રહે.સમર્પણ ફલેટ, કલોલ, કીરીટકુમાર હરીશચંદ્ર દવે રહે.શેઠવાસ પાંચ હાટડી બજાર કલોલ, રસીકલાલ જીવણલાલ શાહ રહે.એસબી પ્રજાપતિ સોસાયટી બ્લોક નં.૧૦, સૈજપુર બોઘા, શિવલાલ મેઘજીભાઈ પટેલ રહે.રામદેવપીરના ટેકરા જુનાવાડજ, વિપુલ  અમૃતલાલ શાહ રહે.સી-૧૦૭, શાંતિધામ એપાર્ટમેન્ટ ચાંદખેડા, પંકજ મંગળદાસ ત્રિવેદી રહે.પ૪ વિલાસનગર સોસાયટી, અસારવા અને જીતેન્દ્ર અરૂણભાઈ પાટીલ રહે.રામજી માસ્તરની ચાલી કલોલને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની પાસેથી વરલી મટકાનું સાહિત્ય, સાત મોબાઈલ અને રોકડ મળી ૩૭૮૭૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ચંદ્રકાંત ઉર્ફે ચંદો લીસ્ટેડ ગેમ્બલર હોવાનું બહાર આવ્યું છે અને અગાઉ પોલીસની ઝપટે આવી ગયો છે.

(6:04 pm IST)