Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

વડોદરામાં નવાપુરા પોલીસે બાતમીના આધારે જયરત્ન બિલ્ડીંગ નજીક છાપો મારી આઈ.પી.એલ.પર સટ્ટો રમતા શખ્સોને ઝડપી 60 હજારની મતા જપ્ત કરી

વડોદરા: શહેરમાં આઇ.પી.એલ.ની મેચ પર સટ્ટો રમતા ત્રણ યુવકોને નવાપુરા પોલીસે ઝડપી પાડી ત્રણ મોબાઇલ ફોન મળી ૬૦ હજારની મત્તા જપ્ત કરી છે. જ્યારે સટ્ટો લખનાર બુકીની શોધખોળ હાથ ધરી છે.

નવાપુરા પોલીસને માહિતી મળી હતી કે જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા પાસે ઉભો રહીને એક યુવક આઇ.પી.એલ.ની મેચ પર સટ્ટો રમી રહ્યો હતો.

 જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઇ તપાસ કરતાં મોબાઇલ ફોન પર ઓનલાઇન જુગાર રમતો મનોહર રામચંદ્ર ફૂલમાળી (રહે. વિઠ્ઠલ સોસાયટી આર.વી. દેસાઇ રોડ) મળી આવ્યો હતો. પોલીસે એક મોબાઇલ ફોન અને રોકડા રૃપિયા મળીને કુલ રૃપિયા ૧૨,૬૭૦ ની મત્તા જપ્ત કરી છે. જ્યારે મનોહર મધ્યપ્રદેશના ટોની નામના બુકીને સટ્ટો કપાવતો હોય તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

(5:25 pm IST)