Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

વડોદરાની કેનેરા બેંકના એટીએમમાં જઈ મશીન સાથે ચેડાં કરી 15.67 લાખની ઉચાપત કરનાર આરોપીને સીસીટીવીની મદદથી શોધવા કાર્યવાહી શરૂ

વડોદરા:કેનેરા બેન્કના એ.ટી.એમ. સેન્ટરમાં જઇ એ.ટી.એમ. સાથે ચેડા કરી ૧૫.૬૭ લાખની ઉચાપત કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. જેના આધારે માંજલપુર પોલીસે બંન્નેની શોધખોળ હાથ ધરી છે. 

વડસર બ્રિજ તથા એસ.આર.પી. ગૃપ પાસે આવેલા કેનેરા  બેન્કના એ.ટી.એમ. સેન્ટરમાં કાર્ડ નાંખી મશીનમાં ટેકનિકલ ખામી ઉભી કરી બે ભેજાબાજ દ્વારા ૧૫.૬૭ લાખ રૃપિયાની ઉચાપત કરવામાં આવી હતી. આ ટ્રાન્ઝેકશન એચ.ડી.એફ.સી. બેન્કના  નવ એ.ટી.એમ. કાર્ડથી કરવામાં આવ્યા હોવાનું માંજલપુર પોલીસની તપાસમાં બહાર આવ્યુ હતું. જેથી પોલીસે આ બેન્ક એકાઉન્ટ હોલ્ડરની વિગતો બેન્ક પાસે માંગી છે. જે વિગતો ગુરૃવારે પોલીસને મળનાર છે. દરમિયાન એ.ટી.એમ. સેન્ટરના સી.સી.ટી.વી. ફૂટેજમાં મશીનમાંથી રૃપિયા કાઢતા આરોપીઓ દેખાય છે. બંન્ને ફૂટેજમાં દેખાતા ચાર આરોપીઓ  અલગ-અલગ છે. માંજલપુર પોલીસને શંકા છે કે, એક ચોક્કસ ટોળકી છે. જેમા સાગરિતો અલગ અલગ સ્થળે આ રીતે રૃપિયાની ઉચાપત કરે છે. 

(5:24 pm IST)