Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

27 લાખમાંથી 19 લાખ ખેડૂતોએ રાહત સહાય પેકેજ માટે અરજી કરતા ગુજરાત સરકારને 800 કરોડની બચતઃ વધેલી રકમ ખેડૂતોના હિત માટે વપરાશે

ગાંધીનગરઃ ખેડૂતો માટેની સહાયના પેકેજમાં પણ સરકારને 800 કરોડની બચત થઈ છે. અતિવૃષ્ટિના પરિણામે સરકારે ખેડૂતો માટે 3,700 કરોડની સહાયની જાહેરાત કરી હતી. સરકારને આશા હતી કે આ સહાય માટે 27 લાખ જેટલા ખેડૂતો અરજી કરશે, પરંતુ તેની સામે 19 લાખ ખેડૂતોએ અરજી કરતા સરકારે તેના પેટે 2,900 કરોડ રૂપિયા જ ચૂકવવાના આવ્યા છે. આમ સરકારને ખેડૂતોને ચૂકવણીમાં 800 કરોડની બચત થઈ છે, એવો દાવો ખુદ સરકારે કર્યો છે. સરકારનું કહેવું છે કે તેઓ ખેડૂતોની સહાય પેટે આ વધેલી રકમ પણ ખેડૂતોના હિત માટે જ ઉપયોગમાં લેશે.

(4:59 pm IST)