Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અમદાવાદમાં વાયરલ કેસ વધતા ફફડાટ :કોરોના ટેસ્ટિંગ કેમ્પમાં 50 ટેસ્ટમાંથી 20 લોકો પોઝિટિવ

તાવ, શરદી, ખાંસી જેવા વાયરલ કેસોમાં વધારો થતાકોરોના ટેસ્ટિંગ માટેના કેમ્પમાં ધસારો

અમદાવાદ : રાજ્યમાં હવે ધીરે-ધીરે શિયાળાની શરૂઆત થઇ છે. ત્યારે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે લોકોમાં તાવ, શરદી, ખાંસી જેવા વાયરલ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. જેનાં લીધે એક તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હજી ઘટ્યું નથી.પરંતુ શરદી, ખાંસીના કેસો વધતા લોકોમાં કોરોનાનો ફફડાટ ઊભો થયો છે.અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટિંગ માટેના જે કેમ્પ બનાવવામાં આવ્યાં છે ત્યાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. શહેરમાં 50 લોકોના ટેસ્ટમાંથી 20 લોકો પોઝિટિવ આવ્યાં છે.

કોરોના ટેસ્ટ માટે લોકોની ભીડ ઉમટવા લાગી છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા માટે શિયાળામાં તાવ, ખાંસીના વાયરલ કેસો વચ્ચે કોરોનાના સંક્રમણને ઘટાડવા એ એક મોટી ચેલેન્જ ઊભી થઇ છે.

(1:12 pm IST)