Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

SPથી DG લેવલ સુધી બઢતી-બદલીની કવાયત માટે ગૃહખાતુ સજજ

ખાસ જામનગર મુકાયેલ દીપેન ભદ્રન, દિવ્ય મિશ્રા અને સૌરભ તોલમબિયા સહિત ૨૦૦૭ની બેંચના એસ.પી. અને ડી.આઇ.જી. અશોક કુમાર યાદવ, આઇ.જી. નરસિંહમાં કોમાર તથા રેન્જના વડાને દિલ્હીમાં ખુબ જ મહત્વના સ્થાને મુકવા વિચારણાઃ કેવું યોગનું યોગ ..૧૯૮૮ બેચના અતુલ કરવલ તથા પ્રવીણ સિન્હા કેન્દ્રમાં હોવા સાથે તેમની બેચના ૨ અધિકારીઓ કાયદાની ચુંગાલમાં ફસાયેલ હોવાથી તેમને બદલે૧૯૮૯ બેચના વિકાસ સહાય, અનીલ પ્રથમ તથા અજય કુમાર તોમર માટે ગણતરીના મહિનામાં ડીજીપી બનવાના ઉજળા સંજોગો...

રાજકોટઃ તા. ૯, આઇએએસ લેવલ માફક આઇપીએસ લેવલે પણ એસપી થી લઇ ડીજીપી લેવલે બઢતી બદલી ની પ્રક્રિયા દીપાવલીના તહેવારો બાદ શરૂ થવા સાથે ૧૯૮૮ બેચના અધિકારીઓ ગુજરાત બહાર હોવાથી ૧૯૮૯ બેચના આઈપીએસ ઓફિસરોને ડીજીપી બનવાની અદભૂત તક મલે તેવા ઐતિહાસિક સંજોગો નિર્માણ થયા છે.

એસપી લેવેલની વાત કરીએ તો જામનગર ખાસ પોસ્ટિંગ અપાયું છે તેવા ૨૦૦૭ બેચના દીપેન ભદ્ર નડિયાદ એસપી દિવ્ય મિશ્રા સીઆઈડી ક્રાઇમના સૌરભ તોલમબિયા ડીસીપી મકરંદ ચૌહાણ પરીક્ષિત આ ગુર્જર અને એસઆરપીના આર. એમ. પાન્ડેને ડીઆઇજી બનાવવાની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા ઝડપી એટલા માટે બનાવવી પડશે કે એસપી લેવેલના ૩ ઓફિસર પૈકી ૨ મહિલા ઓફિસર ગુજરાત સ્ટેટ ચેન્જ કરી જમ્મુ કાશ્મીર કેડરમા જવાના છે. જયારે વડોદરા ડીસીપી સંદીપ ચૌધરી સેન્ટ્રલ ડેપ્યુટેશન પર જવાના છે સ્વભાવિક રીતે ફેરફારો ફરજિયાત બનશે.

ભાવનગર રેન્જ ડીઆઇજીના સમાવેશ વાળી બેચ્ આઇજી બનવા સાથે સિનિયર આઇજી લેવાના નરસિહમાં કોમાર સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન વિગેરે એડિશનલ ડીજીપી બનશે.રાજકુમાર પાડિયનને તેવોની હિંમતભેર કામ કરવાની સ્ટાઈલ ધ્યાને લઇ દિલ્હીમાં ઇડી જેવી ખૂબ મહત્વની જગ્યાએ મૂકવાની વિચારણા ચાલે છે.

ગુજરાતમા ડીજીપી લેવેલનની એક જગ્યા ખાલી છે. એપ્રિલ સુધીમાં વધુ ૨ જગ્યા કેશવ કુમાર અને વિનોદ મલ્લ નિવૃત્ત્। થતા ખાલી પાડનાર છે.   આમતો ૧૯૮૮ બેચના આઈપીએસ અધિકારીઓ ડીજીપી બનવા હકદાર બને પરંતુ આ બેચના આઈપીએસ અતુલ કરવલ તથા લોકપ્રિય આઇપીએસ પ્રવીણ સિંહા ડેપ્યુટેશન પર દીલ્હી હોવા સાથે આ બેચના અન્ય ૨ અધીકાર વિરૂદ્ઘ કાયદાકીય કાર્યવાહી ચાલુ હોય તેઓને ગુજરાતમા ડીજી બનવાની તક નહીં મલે આવા સંજોગોમાં ૧૯૮૯ બેચના વિકાસ સહાય અનીલ પ્રથમ તથા સુરતમાં ટૂંકા સમયમાં જ અદભૂત લોકપ્રિયતા હાંસલ કરનાર અજય કુમાર તોમર માટે ગણત્રીના માસમાં ડીજીપી બનવાના ચાન્સ ઉજળા બન્યા છે.

(12:58 pm IST)