Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ધરોઈ ડેમને કારણે ડૂબમાં ગયેલી જમીનના વળતરની માગ :ઉમેદપુરના અરજદારો ભૂખ હડતાળ પર ઉતરશે

પાંચ ગામોના 300 જેટલા પરિવાને વળતર નહીં મળતા ઉપવાસ ઉપવાસ પર બેઠા : પાંચ આગેવાનોની અટકાયત

મહેસાણા : ધરોઈ ડેમ ખાતે ડૂબમાં ગયેલી જમીનના વળતરની માગ સાથે દાંત તાલુકાના ઉમેદપુર ગામના અરજદારો ભૂખ હડતાળ પર ઉતરશે. ધરોઈ ખાતે જમીન સંપાદન મામલે દાંત તાલુકાના ઉમેદપુર સહિતના 5 ગામોના ગ્રામજનો પૈકી 300 જેટલા પરિવારને યોગ્ય વળતર ન મળતા ઉપવાસ પર બેસી અનેક જગ્યાએ તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી

આ અરજદારોની રજૂઆતોનો યોગ્ય નિકાલ ન થતા ધરોઈ ખાતે આવનારા રાજ્યના ચીફ સેક્રેટરી અને સચિવને રૂબરૂ રજૂઆત કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જો કે, ગામડાના નાના માણસોની રજૂઆતને સામન્ય ગણી પોલીસ પરિબળનો ઉપયોગ કરતા તંત્ર દ્વારા કલાકો સુધી રજૂઆત કરવા આવનારા 5 આગેવાનોને સતલાસણા પોલીસ મથકે અટકાયત કરી રાખવામાં આવ્યા હતા

(10:57 am IST)