Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ભાજપ પ્રદેશ અધ્યક્ષ- સાંસદ સી.આર.પાટીલનું સુરતના જૈન સમાજ દ્વારા રજતતુલા સન્માન થયું

ચાંદીથી સી.આર.પાટીલજી તોલાયા: 50 જૈન સંસ્થાઓએ પણ બહુમાન કર્યુ: જૈન ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહ્યા

સુરતઃ શહેરમાં આવેલા વેસુના વિજયાલક્ષ્મી હોલમાં ભાજપના  પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું રજતતુલા કરી સન્માન કરાયું હતું સુરત શહેરને બીજીવાર ગુજરાત ભાજપનું અધ્યક્ષપદ મળ્યું છે.  સી.આર.પાટીલનું સુરતના જૈન સમાજ દ્વારા રજતતુલા સન્માન કરવામાં આવ્યું હતું.

આનંદ અને ઉલ્લાસમય માહોલ વચ્ચે થઇ રહેલી રજતતુલામાં ત્યાં હાજર 150 થી વધુ અગ્રણીઓએ આ ક્ષણોને તાળીઓથી વધાવી લીધી હતી. અદ્ભુત આયોજન બદલ સૌએ જૈન સમાજ અને સમારોહના કન્વીનર સુરેશ ડી. શાહને ખુબ શુભેચ્છાઓ આપી હતી. સી.આર.પાટીલે પણ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. અંતમાં ડે.મેયર નિરવ શાહે આભારવિધિ કરી હતી.

(10:33 am IST)