Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ: ગોત્રી હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં દાખલ

તેમના પુત્રમાં શંકાસ્પદ લક્ષણો હોવાથી દાખલ કરાયા: અગાઉ જીતેન્દ્ર સુખડિયાના પત્ની કોરોના સંક્રમિત થયા હતા.

વડોદરા : સયાજીગંજ વિસ્તારના ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીતેન્દ્ર સુખડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીતેન્દ્ર સુખડિયાની તબિયત લથડતા તેમને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરાયા છે તેમના પુત્રમાં શંકાસ્પદ લક્ષણો હોવાથી દાખલ કરાયા છે. આ અગાઉ જીતેન્દ્ર સુખડિયાના પત્ની કોરોના સંક્રમિત થયા હતા. 

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં કોરોના આજે વધારે 90 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પોઝિટિવ કેસનો કુલ આંક 15,813 પર પહોંચી ગયો હતો. વડોદરામાં શહેરનો મૃત્યુઆંક 214 થયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધારે 40 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 14530 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1069 એક્ટિવ કેસ પૈકી 154 દર્દી ઓક્સિજન પર અને 48 દર્દી વેન્ટિલેટર પર છે. 867 દર્દીઓની સ્થિતી હજી પણ સ્થિર છે. 

(11:52 pm IST)