Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ગુજરાત હાઈકોર્ટે પત્રકાર ધવલ પટેલ સામે લાદવામાં આવેલો રાજદ્રોહનો કેસ રદ કર્યો

બંધારણીય કાર્યકરો પર પબ્લિશ કરે તો વેરિફિકેશન વગર આ પ્રકારની ટિપ્પણી ન કરવાની ચેતવણી

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે પત્રકાર સામે લાદવામાં આવેલો રાજદ્રોહનો કેસ રદ કર્યો છે. કોર્ટે ‘ફેસ ઓફ ધ નેશન’ વેબ પોર્ટલના પત્રકારે બિનશરતી માફી માંગી લેતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવેલી FIR અને તેને લગતી તમામ કાર્યવાહી રદ કરી છે.

 હાઈકોર્ટે પત્રકારને ભવિષ્યમાં કોઈ આર્ટિકલ બંધારણીય કાર્યકરો પર પબ્લિશ કરે તો વેરિફિકેશન વગર આ પ્રકારની ટિપ્પણી ન કરવાની ચેતવણી આપી હતી.ફેસ ઓફ ધ નેશન પોર્ટલના પત્રકાર ધવલ પટેલે હાઈકોર્ટ સમક્ષ રજુ કરેલા બિનશરતી માફીનામામાં જણાવ્યુ હતું કે ‘ફેસ ઓફ ધ નેશન વેબ પોર્ટલ પર જે આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યું હતું તેના માટે બદલ બિનશરતી માફી માંગુ છું. કોઈપણ પૂર્વગ્રહ રાખ્યા વગર બિનશરતી માફી માંગુ છું’. અરજદાર દ્વારા રજૂ કરાયેલા બિન-શરતી માફીનામા બાદ ગુજરાત હાઈકોર્ટે તેની સામે દાખલ FIR અને તેનાથી થતી કાર્યવાહી રદ કરી દીધી છે.

થોડાક મહિના પહેલા ‘ફેસ ઓફ ધ નેશન’ વેબ પોર્ટલ દ્વારા એક લેખ પબ્લિશ કરવામાં આવ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે ગુજરાતના મુખ્યપ્રધાનની નિષ્ફળતાને લીધે તેમની જગ્યાએ બીજા કોઈને મુખ્યપ્રધાન બનાવવાની શકયતા અને કોને મુખ્યમંત્રી બનાવાશે એ વ્યક્તિનું નામ પણ લખ્યું હતું. ત્યારબાદ પત્રકાર સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા FIR દાખલ કરવામાં આવી હતી.

(10:35 pm IST)