Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

વિરમગામ શહેરમાં ગુજરાત માજી સૈનિક સંગઠનની બેઠક યોજાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ-માંડલ-દેત્રોજ-સાણંદ તાલુકા ભૂતપૂર્વ સૈનિકો દ્વારા આયોજિત ગુજરાત પ્રદેશ માજી સૈનિક સેવા ફાઉન્ડેશનની બેઠક તારીખ 8 નવેમ્બર રવિવારના રોજ ગાયત્રી મંદિર, મુનસર રોડ, વિરમગામ ખાતે માસ્ક સેનીટાઇઝર સોશિયલ ડીસ્ટન્સ સાથે યોજાય હતી.
ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ નિમાવત જીતેન્દ્રજીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં દીપ પ્રાગટ્ય, શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ, શહીદોના પરિવારજનોનું સન્માન સહિત વિરમગામ માંડલ દેત્રોજ સાણંદ તાલુકા માજી સૈનિક સંગઠનના પ્રમુખ તરીકે નટુભાઈ સીતાપરા અને ઉપપ્રમુખ દશરથભાઈ ઠાકોર ની નિમણૂક કરવામાં આવી હતી. તેમજ માજી સૈનિકના પરિવાર ને તેમજ શહીદ જવાનના પરિવાર માટે રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર સહાય સહિતના વિવિધ 14 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને રાજ્ય સરકાર દ્વારા માજી સૈનિકો ને મળતા લાભમાં અન્ય રાજ્યોની સરખામણીએ અન્યાય થતો હોય ગુજરાત માંજી સૈનિક સંગઠન દ્વારા રજુ કરેલ વિવિધ 14 મુદ્દાઓની માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વિરમગામ ખાતે મળેલી બેઠકમાંઅમદાવાદ જિલ્લા હોદ્દેદારો  બાવા રમેશભાઈ, ગજેન્દ્રસિંહ, જગતભાઈ ત્રિપાઠી, દવે વિપુલકુમાર સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ, મંગળસિંહ ઝાલા-ધાંગધ્રા તાલુકા પ્રમુખ નીતિનભાઈ ગોલાણી,ખોજાણી રિયાઝભાઈ રહેમાનભાઈ, ધોળકા બાવળા પ્રમુખ મહેશભાઈ જાદવ, મગનભાઈ વીહેરીયા, વિરમગામના નટુભાઈ સીતાપરા, દશરથભાઈ ઠાકોર વગેરેએ સ્ટેજ પરથી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

(9:26 pm IST)