Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

રાજપીપળાથી વડોદરાને જોડતા પોઈચા બ્રિજને નુકશાન થતા ભારદારી વાહનો માટે પ્રવેશ બંધ કરાયો

ભરૂચ બાજુ 4.3 ની તિવ્રતાના ભુકંપના આંચકાને કારણે નુકશાન થયું હોવાનું તારણ:ગાંધીનગરથી પરિક્ષણ માટે ટીમ રવાના

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા નદી ઉપર આવેલા રાજપીપળા અને વડોદરાને જોડતા શોર્ટકટ પોઈચા બ્રિજ એટલે રંગસેતુ બ્રિજના પિલર બેરીંગ સેટલમેન્ટના લેવલમા કોઈક ખામી સર્જાવાને કારણે જોખમ ઉભું થયું છે.જેમાં આજે આવેલા 4.3 રીકટર સ્કેલના ભુકંપના આંચકાને કારણે  પહેલેથી જ નબળા પુલને વધુ નુકશાન થયું હોય તેવી શક્યતાઓ નકારી શકાય નહીં, તેથી વડોદરા માર્ગ અને મકાન વિભાગના એક્ઝીક્યુટીવ એંજીનીયર તરફથી એક નોટીસ જાહેર કરી ને જાહેરાત કરવામાં આવી છે કે આજથી ભારદારી વાહનોની અવરજવર તાત્કાલીક ધોરણે અટકાવી દેવામા આવી છે

(8:23 am IST)