Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

વડોદરાના વાઘોડિયામાં ગેસ એજન્સીની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ :ગોડાઉનમાંથી 21 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

બૂટલેગરોએ દારુની પેટીઓની હેરાફેરી માટે બે ગાડી મંગાવી હતી

વડોદરા જિલ્લા વાઘોડિયા ખાતેથી પોલીસે વિદેશી દારુનુ ગોડાઊન ઝડપી પાડ્યું છે વાઘોડિયાના દત્તપુરા પેટ્રોલ પંપ પાછળ આવેલી ભવાની ઈન્ડીયન ગેસ એજન્સીની આડમા દારૂનો વેપલો ચાલતો હતો. LPG એજન્સીનુ ગોડાઊન ઘણા સમયથી બંધ હતું. રેડ દરમિયાન પીકપ અપમાં બે શખ્શો  વિદેશી દારૂની પેટીઓ ભરતા પકડાયા હતા

બૂટલેગરોએ દારુની પેટીઓની હેરાફેરી માટે બે ગાડી મંગાવી હતી. પોલીસે ર૧ લાખ ઊપરાંત વિદેશી દારુ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો..આ દારૂ વડોદરાના કુખ્યાત લાલુ સિંધી અને મુકેશ મખ્ખીજાનું હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

 
(10:59 pm IST)