Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

કરણી સેનાએ બંધનું એલાન ચુકાદા વચ્ચે પાછુ ખેંચી લીધું

એટ્રોસીટીના સંદર્ભમાં બંધનું એલાન આપ્યું હતું : ૧૫ ડિસેમ્બરે ગાંધીનગરમાં વિશાળ રેલી અને જાહેરસભા

અમદાવાદ, તા.૯ : એટ્રોસીટી એકટના દૂરપયોગના વિરોધમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આગામી તા.૧૧ નવેમ્બરના રોજ ગુજરાત રાજય બંધનું જે એલાન આપવામાં આવ્યું હતું, તે આજે અયોધ્યામાં રામમંદિરને લઇ સુપ્રીમકોર્ટ દ્વારા અપાયેલા ઐતિહાસિક ચુકાદા બાદ હાલ પૂરતું પાછુ ખેંચાયું છે. ગુજરાત બંધના એલાનને અન્ય સમાજના આગેવાનો અને લોકોએ પણ જે સમર્થન આપ્યું હતું, તેમને બંધ પાછુ ખેંચવા ગુજરાત રાજય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે અનુરોધ કર્યો હતો. જો કે, ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા, એટ્રોસીટી એકટનો દૂરપયોગ રોકવા અને આર્થિક પરિબળને લઇ અનામત સહિતના મુદ્દાઓને લઇ રાષ્ટ્રીય કરણી સેના દ્વારા તા.૧૫મી ડિસેમ્બરે ગાંધીનગરમાં વિશાળ રેલી અને જાહેરસભાનું આયોજન યથાવત્ રાખવામાં આવ્યું છે. અયોધ્યા કેસમાં સુપ્રીમકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ ગુજરાત સહિત દેશભરમાં જે માહોલ પ્રવર્તી રહ્યો છે તે જોતાં ગુજરાત બંધનું એલાન પાછુ ખેંચતાં ગુજરાત રાજય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે,  અયોધ્યા કેસમાં આજે રામમંદિર તરફેણમાં સુપ્રીમકોર્ટ દ્વારા જે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે તે બદલ સરકાર અને તમામ હિન્દુ સમાજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.

                 સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ ગુજરાત સહિત દેશભરમાં કોમી એકતા, ભાઇચારા અને સૌહાર્દનો જે માહોલ પ્રવર્તી રહ્યો છે તે જોતાં કોઇ અસામાજિક તત્વો આ પરિસ્થિતિમાં ગેરલાભ ના ઉઠાવે, કોઇ અનિચ્છનીય ઘટનાને અંજામ ના અપાય અને રાજયમાં શાંતિનું વાતાવરણ ના ડહોળે તે હેતુથી ગુજરાત બંધનું એલાન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા પાછુ ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી લડત અને એલાનને ટેકો આપનાર અન્ય સમાજના આગેવાનો અને લોકોને પણ રાજય ખેંચવામાં  સહયોગ આપવા પણ શેખાવતે અનુરોધ કર્યો હતો.  ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કચ્છના રાપર ખાતે એક જાહેરસભા દરમ્યાન ઉશ્કેરણીજનક અને ભડકાઉ ભાષણ બદલ ગુજરાત રાજય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત વિરૂધ્ધ એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ દાખલ થઇ હતી., જેને લઇ સમગ્ર રાજપૂત સમાજ અને કરણી સેનાના હજારો કાર્યકરોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો.

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, કેટલાક સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા એટ્રોસીટી એકટનો દૂરપયોગ કરી ખોટી રીતે આ ફરિયાદ દાખલ કરાઇ છે. આ માત્ર મારા પૂરતી વાત નથી પરંતુ આ એક સામાજિક બદીના રૂપમાં આ સમસ્યા આકાર લઇ રહી છે, તેથી એટ્રોસીટી એકટનો દૂરપયોગ રોકવો પડશે અને આ માટે તમામ સમાજને સાથે લઇને લડત આપવાનું નક્કી કરાયું છે. ગુજરાત બંધનું એલાન પાછુ ખેંચાયુ છે પરંતુ  ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા, એટ્રોસીટી એકટનો દૂરપયોગ રોકવા અને આર્થિક પરિબળને લઇ અનામત સહિતના મુદ્દાઓને લઇ તા.૧૫મી ડિસેમ્બરે ગાંધીનગરમાં વિશાળ રેલી અને જાહેરસભાનું આયોજન યથાવત્ રાખવામાં આવ્યું છે. એટ્રોસીટી એકટના દૂરપયોગના વિરોધમાં અમારી લડત ચાલુ રહેશે.

(8:42 pm IST)
  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST

  • આજ નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે : શિવ સેના ના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે દરેક સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકાર્ય છે. હું ૨૪ નવેમ્બરે અયોધ્યા ની મુલાકાતે જઈશ ઉદ્ભવ ઠાકરે a કહ્યું હતું કે હું એલ કે અડવાણી ને મળવા પણ જઈશ અને તેમને અભિનંદન આપીશ તેઓએ આ કાર્ય માટે રથયાત્રા કાઢી હતી હું ચોક્કસ તેમને મળી અને આશીર્વાદ લઈશ access_time 6:31 pm IST

  • મહા ભયંકર રૂપ ધારણ કરેલ બુલબુલ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને સમુદ્ર કાંઠે થી આજે રાત્રે પસાર થશે. :કાંઠાના વિસ્તાર માંથી સવા લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાંઆવ્યા નું મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના દીઘાથી ૯૦ કિલોમીટર અને ઓડિશાના પારાદીપ થી 140 કિલોમીટર દૂર બંગાળના અખાતમાં વાવાઝોડું ધસમસતુ આવી રહ્યું છે આજે સાંજે છ વાગ્યાથી કલકત્તા એરપોર્ટ પર તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે access_time 6:19 pm IST