Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

નડિયાદના યુવક સાથે લગ્ન કરી વિદેશ જનાર પરિણીતા પર દહેજ મામલે શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર પતિ સહીત સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ: શહેરના યુવક સાથે લગ્ન કરી વિદેશમાં સ્થાયી થયેલ પરિણીતાને વિદેશમાં પતિ દ્વારા અવારનવાર ત્રાસ અપાતા હતાં. જો કે તે બાદ તે નડિયાદ પરત આવતાં નડિયાદમાં પણ પતિએ દહેજની માંગણી કરીને પત્ની પર ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. ઉપરાંત જેઠ-જેઠાણીએ પણ મારઝુડ કરવા મદદરૂપ કરતાં હોવા અંગેની ફરિયાદ પરિણીતાએ નડિયાદ પોલીસમાં નોંધાવ્યાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતોમાં નડિયાદ તાલુકાના સલુણવાટાંમાં આવેલ સંતરામ વીલા સોસાયટીમાં રહેતાં હર્ષદભાઈ દેસાઈની પુત્રી રશ્મીકાબેનના લગ્ન સન ૨૦૦૭માં નડિયાદમાં નંદનવન સોસાયટીમાં રહેતાં સુનિલકુમાર લવેશભાઈ રબારી સાથે જ્ઞાતિના રિતીરિવાજ મુજબ થયાં હતાં. લગ્નના બે દિવસ બાદ રશ્મીકાબેનના પતિ સુનિલભાઈ નોકરી કરવા માટે કેન્યા ગયાં હતાં. જેના બે મહિના બાદ રશ્મીકાબેન પણ કેન્યા જઈને પતિ સાથે રહેવા લાગી હતી. જ્યાં દંપતીનું લગ્નજીવન સુખમય પસાર થયું હતું. સન ૨૦૦૮ અને સન ૨૦૧૨ માં ડિલિવરી માટે રશ્મીકાબેન કેન્યાથી નડિયાદ આવ્યાં હતાં. બંને વખતે રશ્મીકાબેને એક-એક પુત્રને જન્મ આપ્યો હતો. સન ૨૦૧૩ માં રશ્મીકાબેન તેમના પુત્ર શિવમ અને દક્ષને લઈ કેન્યા પતિ સાથે રહેવા ગયાં હતાં.

(5:03 pm IST)
  • સુપ્રીમકોર્ટે સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે : ચીફ જસ્ટિઝ કહ્યું કે બાબરના સમયમાં મીર બાકીએ મસ્જિદ બનાવી હતી : ખોદકામ દરમિયાન મળેલ ઢાંચો બિન ઇસ્લામિક હતો : સુપ્રીમકોર્ટ :અયોધ્યા કેસમાં નિર્મોહી અખાડાનો દાવો રદ કરી નાખવામાં આવ્યો છે : મસ્જિદ કયારે બનાવામાં આવી તે ખબર પડતી નથી : સર્વસંમતિથી સુપ્રીમકોર્ટના જજોએ ચુકાદો આપ્યો છે : તમામ ધર્મોને સમાન નજરથી જોવાનું સરકારનું કામ નથી access_time 11:03 am IST

  • ૨૦૨૩માં મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં રમાશે : ૨૦૨૩ માં પુરૂષોની હોકી વર્લ્ડ કપ માટે ભારતની પસંદગી થઈ છે. host country તરીકે મેન્સ હોકી વર્લ્ડકપ માટે ભારતનું નામ જાહેર થયું છે access_time 6:09 pm IST

  • જો ડેન્લીની જગ્યા લેવા ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં રમશે બેરસ્ટો access_time 1:06 pm IST