Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરોને રોકવા પોલીસનું પેટ્રોલિંગ: ઓવરલોડ ડમ્પરો રોકનાર પોલીસો પર ખનીજ માફિયાઓનો હુમલો: ગુનો દાખલ

બનાસકાંઠા: જિલ્લામાં ખાણ ખનિજ ચોરો દ્વારા છેલ્લા ઘણા સમયથી રોયલ્ટી ચોરીનું મોટું રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. તેમાં કેટલીકવાર જિલા ખાણ ખનિજ  તંત્રની સજાગતાથી મસમોટી રોયલ્ટી અને ખનિજ ચોરી પકડાય છે. પરંતુ પ્રવૃત્તિ અટકવાનું નામ લેતી નથી ત્યારે બનાસકાંઠામાં રોયલ્ટી ચોરીને ઝડપી પાડવા માટે ગાંધીનગર ખાણ ખનિજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડ ટીમ દ્વારા શુક્રવાર ેપાલનપુર પંથકમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાનપુરના ડીસા હાઈવે પર લડબી નાળાથી આગળ ઓવરલોડ પાંચ જેટલા ડમ્પરને અટકાવવામાં આવ્યા હતા અને વજન કરાવવા માટે ડમ્પરોને વજન કાંટા ઉપર લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેને લઈ ઉશ્કેરાઈ ગયેલા ડમ્પર ચાલકોએ તેમના સાગરીતો સાથે ગાંધીનગર ખાણ ખનિજ વિભાગની ટીમ અધિકારીઓ અને એક સિક્યુરિટી ગાર્ડ સહિત પાંચ કર્મચારીઓ પર ધોકાઓ વડે હીચકારો હુમલો કરીને તેમના કપડા ફાડી નાખ્યા હતા. આકસ્મિક હુમલામાં ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવારઅર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે હુમલાના બનાવમાં પોલીસે તાબડતોબ એક હુમલાખોરની અટકાયત કરી બનાવની સઘન તપાસ હાથ ધરી હતી. જોકે પાલનપુરમાં ખાણ ખનિજ ગાંધીનગરની ટીમ પર ખનિજ માફીયાઓ દ્વારા હુમલો કરવામાં આવતા કર્મચારીઆલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

(5:02 pm IST)