Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

કલોલના રકનપુરમાં એમઆરએફ કંપનીમાં ડુપ્લીકેટ ટ્યુબો બનતી હોવાની વાત સામે આવતા ખળભળાટ: પોલીસે ચેકીંગ હાથ ધરીને 8.90 લાખનો ડુપ્લીકેટ મુદામાલ જપ્ત કર્યો

કલોલ: શહેરના રકનપુરમાં આવેલી ફેક્ટરીમાં એમ.આર.એફ. કંપનીની ડુપ્લીકેટ ટયુબો બનતી હોવાની માહિતી કંપનીના ઓર્થોરાઇઝડ માણસોને મળતા તેમણે ઘટનાની જાણ સાંતેજ પોલીસને કરી હતી. જેથી સાંતેજ પોલીસના સ્ટાફે રકનપુર જીઆઇડીસીમાં આવેલી ફેક્ટરી અને ગોડાઉનમાં દરોડો કરી ડુપ્લીકેટ ૨૧૦૦ નંગ ટયુબ, ડુપ્લીકેટ પાઉચો અને ડાઇ તેમજ મશીન કબ્જે લઇ કુલ .૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઘટના અંગે કંપનીના ઓર્થોરાઇઝ માણસોની ફરિયાદને આધારે પાંચ શખ્સો સામે છેતરપિંડી સહિત અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રકનપુર જીઆઇડીસીમાં શેડ નંબર રમાં આવેલી ફેક્ટરી તેમજ બ્લોક નં.૮૩૩ અને શેડ નં. રાજા ટાયર તથા ક્રિષ્ના એસ્ટેટમાં એમ.આર.એફ. લિમિટેડ કંપનીના ટ્રેડમાર્કના હક્કોનો ભંગ કરી કંપનીના ડુપ્લીકેટ માર્કાવાળી ટયુબ બનાવી ડુપ્લીકેટ પાઉચોમાં પેકિંગ કરી વેચાણ કરી કંપની તથા આમ જનતા સાથે છેતરપિંડી આચરાતી હોવાની માહિતી એમ.આર.. કંપનીના સુરેશ રામ કિશનન નાયરને મળતા અંગે તેમણે સાંતેજ પોલીસને જાણ કરી હતી. જેથી સાંતેજ પીઆઇ અને પોલીસ સ્ટાફના માણસોએ ફેક્ટરી અને ગોડાઉનોમાં દરોડા કર્યા હતા. જેમાં ડુપ્લીકેટ પાઉચ નં.,૮૩,૦૦૦ કીમત રૂપિયા ,૫૦,૮૦૦ તથા ૨૧૦૦ નંગ ડુપ્લીકેટ ટયુબ કી.રૂપિયા ,૧૦,૦૦૦ તેમજ ડુપ્લીકેટ ચાર ડાઇ કીંમત રૂપિયા ,૨૦,૦૦૦ અને એક મશીન મળી કુલ રૂપિયા ,૯૦,૮૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો

(5:00 pm IST)