Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

સુરતના લીંબાયતમાં 12 વર્ષીય તરુણીને પોતાની હવસનો શિકાર બનાવનાર બે નરાધમોને જેલમાં ધકેલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી

સુરત: શહેરના લિંબાયતમા મોડલિંગ બનવા માટે ઘરેથી ભાગી ગયેલી ૧૨વષીૅય તરૃણી  સાથે દુષ્કર્મ કરનાર  બે કિશોરને જુવેનાઇ હોમમાં અને 25 વર્ષીંય રીક્ષા ચાલકને સચીનની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં ્આવશે.

પોલીસ સુત્રો પાસેથી મળેલી  વિગત મુજબ મુળ ઝારખંડની વતની અને હાલમાં  લિંબાયતમાં રહેતી  તથા ધો.૮માં અભ્યાસ કરતી ૧૨ વર્ષીય તરૃણી બે દિવસ પહેલા મોડલ બનવાનો શોખ હોવાથી ઘર છોડીને મુંબઇ જવા નીકળી હતી. પણ તેનો બોયફ્રેન્ડ અને તેનો મિત્રએ દેવધ ગામના ખેતરમાં તરૃણીને લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હતો.બાદમા પુણાગામમાં ભૈયાનગરમાં રહેતો 25 વર્ષીય રીક્ષા ચાલક ભુપેન્દ્ર ઉર્ફ ભોલાએ ઘરે લઇ જઇને તરૃણી સાથે  દુષ્કર્મ કર્યુ હતુ. તરૃણી સાથે ગેંગ રેપ થયા અંગેની વાત વાયુ વેગ લિંબાયત વિસ્તારમાં ફેલાતા તે વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.પોલીસ સુત્રોએ કહ્યુ કે તરૃણી સાથે દુષ્કર્મ કરનાર ત્રણે નરાધમની પોલીસે ધરપકડ કરી છે. સગીરવયના બે કિશોરને જુવેનાઇલ હોમમાં મોકલશે અને રીક્ષા ચાલક ભોલાને લાજપોરની સેન્ટ્રલ જેલમાં મોકલા માટે કાર્યવાહી શરૃ કરી છે. અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:59 pm IST)