Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

વડોદરા: અંદાજે પાંચેક કરોડના ખર્ચે ખરીદવામાં આવેલ ફાયર બ્રિગેડનું ઈમ્પોર્ટેડ વાહન ઉંદરોનું નિશાન બન્યું: પાર્ટ્સ ઉંદરોએ કોતરી ખાતા 16.29 લાખનું નુકશાન

વડોદરા: શહેરમાં આગ-અકસ્માત વખતે ૪૪ મીટરની હાઇટ સુધી કામગીરી કરી શકે તેવા ઇમ્રોર્ટેડ હાઇડ્રોલિક સિસ્ટમ ધરાવતું વાહન કે જે આશરે પાંચેક કરોડના ખર્ચે ખરીદવામાં આવ્યું હતું તેના કેબલ અને સેન્સર સહિતના પાર્ટસને ઊંદરોએ કોતરી ખાઇ નુકસાન કરતા વાહન હાલ કામ કરતું બંધ થયું છે. હવે આનો નિપેરિંગનો ખર્ચ આશરે રૃા.૧૬.૨૯ લાખ આવે તેમ છે.

૪૪ મીટરની ઊંચાઇ સુધી આગ-અકસ્માતના બનાવ વખતે કામમાં લેવાતું હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ ચાર પાંચ વર્ષ અગાઉ વિદેશથી ખરીદવામાં આવ્યું હતું. શરૃઆતમાં તે દાંડિયા બજાર ખાતેની ફાયર બ્રિગેડની મુખ્ય કચેરી રાખ્યું હતું. અને ત્યારબાદ વડીવાડી તથા મકરપુરા ફાયર સ્ટેશન ખાતે લઇ જવાયું હતું. વાહનના કોમ્પ્યુટર, કેલો, સેન્સર્સ જેવા પાર્ટસ ઊંદરો કોતરી ખાતા નુકસાન થયું છે. વાહન વિદેશી હોવાથી તેનું અહીં રિપેરિંગ થઇ શકે તેમ નથી. મુંબઇની એક ફાયર સેફ્ટી સિસ્ટમ કંપનીના ટેકનિશિયન પાસે વાહન ચેક કરાવતાં તેણે અભિપ્રાય આપ્યો હતો. વાહન અહીં વડોદરામાં કોઇ રિપેર કરી શકશે નહીં, તેને મુંબઇ-પાલઘર મોકલવું પડશે

(4:57 pm IST)