Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

સુપ્રિમ કોર્ટના ચુકાદાનું કોંગ્રેસ પક્ષ સન્‍માન કરે છેઃ શાંતિ અને ભાઇચારો જાળવવા ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અપીલ

અમદાવાદ: દેશનાં સૌથી ચર્ચિત અયોધ્યા કેસનાં ચૂકાદા પર ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિસદ સંબોધી છે. તેમણેને સુપ્રીમ કોર્ટનાં અયોધ્યા મામલે આવેલાં ચૂકાદાનું સન્માન પૂર્વક સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, સમગ્ર કોંગ્રેસ પક્ષ સુપ્રીમ કોર્ટનાં નિર્ણયનું સન્માન પૂર્વક સ્વાગત કરે છે.

અયોધ્યા મામલે આવેલા ચૂકાદા બાદ અમિત ચાવડાએ રાજ્યમાં સૌહાર્દ અને ભાઇચારો જાળવી રાખવા પણ અપીલ કરી છે.

લાંબા સમયથી વિવાદિત અયોધ્યા મામલે આવેલાં સુપ્રીમ કોર્ટનાં ચૂકાદાનું સમગ્ર કોંગ્રેસ પક્ષ સન્માન કરે છે. વિવિધ ધર્મ જાતિથી બનેલો દેશ,વિવિધતામાં એકતામાં માનનારા આ દેશનાં સંવિધાનનું આપણે સૌ ગર્વ લઇએ છીએ. આ ચૂકાદાથી દેશનાં તમામ સમુદાય, પક્ષ અને અપીલ કરીએ છીએ, આપણાં દેશમાં ભાઇચારા, એકતા અને સર્વ ધર્મ સમભાવની સંસ્કૃતિ રહી છે જે જળવાઇ રહે તેવી સૌને અપીલ કરીએ છીએ.

(4:50 pm IST)
  • ઇમરાનખાન રાજીનામુ આપે અથવા ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવે : મૌલાનાએ રાખી શરત : મૌલાના ફૈઝલે પંજાબ વિધાનસભાના સ્પીકર ચૌધરી પરવેઝ ઇલાહી મારફત ઇમરાન અને સરકારની સમિતિને મોકલ્યો સંદેશ : મૌલાનાએ કહ્યું કે જો પીએમનું રાજીનામુ સંભવ નથી તો ત્રણ મહિનાની અંદર નવેસરથી સામાન્ય ચૂંટણી કરવો : સરકાર પાસે આ જ બે વિકલ્પ છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે access_time 1:15 am IST

  • દાવો રદ થવાનો કોઇ અફસોસ નથીઃ નિર્મોહી અખાડા :આજે સુપ્રિમ કોર્ટે અયોધ્યા મામલે ચુકાદા દરમિયાન નિર્મોહી અખાડાનો વિવાદીત જગ્યા અંગેનો માલીકી હકક અંગેનો દાવો રદ કર્યો હતો. નિર્મોહી અખાડાના વરિષ્ઠ સંત મહંત ધર્મદાસજીએ જણાવેલ કે વિવાદીત સ્થળનો અમારો દાવો રદ થતા કોઇ અફસોસ નથી, કેમ કે તે પણ રામલલાનો પક્ષ લઇ રહયો હતો. સુપ્રિમકોર્ટે રામલલાના પક્ષને મજબુત માન્યો છે જેથી નિર્મોહી અખાડાનો હેતુ પુર્ણ થયો છે. access_time 3:25 pm IST

  • સુરતમાં ધોધમાર વરસાદ: સુરતમાં અત્યારે રાત્રે આઠ વાગે ડુમ્મસ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યાંનું સુરતથી કુશલ ઠક્કર જણાવે છે access_time 8:31 pm IST