Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

14મીએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડનાં હજારો કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે

20મીથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી

 

અમદાવાદ : ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડનાં હજારો કર્મચારીઓ 14મી નવેમ્બરે માસ સીએલ પર જશે. કર્મચારીઓ દ્વારા સાતમાં પગારપંચનાં લાભોની પડતર માંગ સાથે આંદોલન શરુ કરાયું છે અને આંદોલન પર ઉતરેલાં રાજ્યભરનાં તમામ વીજકર્મીઓએ જો પોતાની માંગણા સંતોષવામાં આવે તો 20મીથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.

 

  જીયુવીએનએલમાં ફરજ બજાવતાં સેંકડો કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા ખાતે આવેલ જીયુવીએનએલની વડી કચેરી ખાતે આંદોલન કરી રહેલાં વીજ કર્મચારીઓએ પોતાનાં પડતર પ્રશ્નોને લઇને કાળી પટ્ટી સાથે ફરજ બજાવી મેનેજમેન્ટ વિરૂદ્ધ નારાજગી દર્શાવી હતી.

  નારાજ વિજકર્મીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત પણ કરી હતી. રજૂઆત કરવની સાથે સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી જીયુવીએનએલનાં લાખો કર્મચારીઓએ 14મીએ માસ સીએલ પર જવાનાં એલાનની સાથે 20મીથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી આપી છે.

(12:06 am IST)